દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ, જેની કિંમતમાં આવી જશે 10 Rolls Royce કાર

PC: news18.com

7 ફેબ્રુઆરીથી રોઝ ડે સાથે વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે. આજના દિવસે લોકો જેને પ્રેમ કરે છે તેને ગુલાબનું ફુલ આપીને પોતાની ફીલિંગ વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન વીક હોય કે પછી પ્રેમ, ગુલાબનું પોતાનું એક આગવું મહત્ત્વ છે. આ ફુલ લોકોને મોહિત કરે છે, સાથે જ તેને પ્રેમ અને રોમાન્સનું પ્રતીક પણ કહેવામાં આવ્યું છે. આજના દિવસે ગુલાબના ફુલની ડિમાન્ડ હોય છે, જેના કારણે તેની કિંમત વધી જાય છે. સસ્તામાં સસ્તું ગુલાબ પણ આજના દિવસે મોંઘુ મળે છે. પરંતુ, શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબનું ફુલ કયુ છે? ના જાણતા હો તો ચિંતા કરવાની જરૂર નથી, અમે અહીં તેના વિશે જ વાત કરવાના છીએ.

દુનિયાભરમાં 16 અલગ-અલગ રંગના ગુલાબ છે અને દરેક ફુલ પોતાનામાં અનોખું અને સ્પેશિયલ છે. તેમાંથી ઘણા બધા ગુલાબ પોતાની સુગંધ અને સુંદરતા માટે જાણીતા છે. તેની લોકપ્રિયતા એટલી છે કે તે દુનિયાના સૌથી મોંઘા ગુલાબોના લિસ્ટમાં પણ સામેલ છે. દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ જુલિયટ (Juliet Rose) છે.

શું તમે આ ગુલાબના ફુલની કિંમત અંગે અંદાજો લગાવી શકો છો? કદાચ નહીં. તમને જણાવી દઈએ કે, જુલિયટ રોઝની કિંમત એટલી વધારે છે કે ધનવાનમાં ધનવાન વ્યક્તિ પણ તેને ના ખરીદી શકે. જુલિયટ રોઝ ખૂબ જ પરસેવો પાડ્યા બાદ 15 વર્ષે ખીલે છે. આથી તેની કિંમત 112 કરોડ રૂપિયા છે.

ઓસ્ટિન નામના એક વ્યક્તિએ પહેલીવાર જૂલિયટ રોઝની ખેતી શરૂ કરી હતી. તેણે તેને એક અલગ અંદાજમાં ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવામાં આવે છે કે, ઘણા પ્રકારના ગુલાબોને ભેગા કરીને એક નવી જ પ્રજાતિનું ગુલાબ તૈયાર કરવામાં આવ્યું અને તેને જૂલિયટ નામ આપ્યું. આશ્ચર્યની વાત એ છે કે, ઓસ્ટિનને આ ગુલાબ ઉગાડવામાં 15 વર્ષ લાગ્યા હતા. દુનિયાની સામે આ ફુલ સૌથી પહેલા વર્ષ 2006માં આવ્યું હતું.

પોલન નેશનના રિપોર્ટ અનુસાર, જૂલિયટ રોઝને ખીલવામાં આશરે 15 વર્ષનો સમય લાગે છે. આ ખાસ પ્રકારની પ્રજાતિવાળા ગુલાબને એપ્રિકોટ-હ્યૂડ હાઈબ્રિડ નામ આપવામાં આવ્યું. ડેવિડે 2006માં દુનિયાની સામે જે પહેલું જૂલિયટ રોઝ રજૂ કર્યું હતું, તેની કિંમત 90 કરોડ રૂપિયા હતી. રિપોર્ટ અનુસાર, તેની સુગંધ લાઈટ છે જે પરફ્યૂમ જેવી લાગે છે. જે મોટાભાગના લોકોને પસંદ આવી છે. તેની તમામ ખૂબીઓમાં તેની સુગંધ એક ખાસ રોલ ભજવે છે, જે તેને અલગ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp