દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, ખરીદવું તો દૂર કિંમત જાણીને ઉડી જશે હોંશ

PC: beer-and-health.co.uk

સામાન્યરીતે શાકભાજીની કિંમતો નોનવેજ કરતા ઓછી હોય છે. પરંતુ દુનિયામાં એક એવું પણ શાકભાજી છે, જેની કિંમત એટલી વધારે છે કે, મોટા-મોટા ધનવાનો પણ તેણે ખરીદતા પહેલા 100વાર વિચાર કરે છે. આ શાકભાજીની કિંમત 1000 યુરો પ્રતિ કિલો એટલે કે, ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત 82 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.

હવે તમે વિચારશો કે આખરે આ શાકભાજીમાં એવુ તે શું છે, જેના કારણે તેની કિંમત આસમાને પહોંચી છે. આ શાકભાજીનું નામ છે હૉપ શૂટ્સ અને તેનું જે ફૂલ હોય છે, તેને હૉપ કોન્સ કહેવામાં આવે છે. આ ફૂલનો ઉપયોગ બીયર બનાવવા માટે કરવામાં આવે છે, જ્યારે તેની બાકી રહેલી ડાળખીઓનો ખાવાનામાં ઉપયોગ કરવામાં આવે છે. મોંઘી હોવાને કારણે કદાચ આ શાકભાજી કોઈ બજાર કે સ્ટોરમાં નથી જોવા મળતી.

હૉપ શૂટ્સ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, આથી તેનો ઉપયોગ જડીબુટ્ટી તરીકે પણ કરવામાં આવે છે. દાંતમાં દુઃખાવામાં તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત, ટીબી જેવી ગંભીર બીમારીની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેમાં એન્ટીબાયોટિકના ગુણો રહેલા છે. હૉપ શૂટ્સને લોકો કાચુ પણ ખાય છે. જોકે, તે સ્વાદમાં ખૂબ જ કડવું હોય છે. તેની ડાળખીઓનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે. તેનું અથાણું પણ બનાવી શકાય છે, જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે.

હૉપ શૂટ્સના ઔષધિય ગુણોની ઓળખ સદીઓ પહેલા થઈ ગઈ હતી. આશરે ઈ.પૂ. 800ની આસપાસ લોકો તેને બીયરમાં મિક્સ કરીને પીતા હતા અને આ સીલસીલો હજુ સુધી ચાલતો આવ્યો છે. સૌથી પહેલા તેની ખેતી ઉત્તરી જર્મનીમાં શરૂ થઈ અને ત્યારબાદ તે ધીમે-ધીમે આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. તેની ખૂબીઓને જોતા 18મી સદીની શરૂઆતમાં ઈંગ્લેન્ડમાં તેના પર ટેક્સ પણ લગાવવામાં આવ્યો હતો. સાથે જ એ પણ અનિવાર્ય કરવામાં આવ્યું હતું કે, બીયર બનાવવામાં તેનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે, જેથી તેનો સ્વાદ વધી જાય.

માર્ચથી લઈને જુન સુધી હૉપ શૂટ્સની ખેતી માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. તેનો છોડ ભેજ અને સૂર્યપ્રકાશ મળતા ખૂબ જ ઝડપથી વધે છે. કહેવાય છે કે, એક દિવસમાં તેની ડાળખી 6 ઈંચ સુધી વધી જાય છે. તેની વધુ એક વિશેષતા એ છે કે, શરૂઆતમાં તેની ડાળખીનો રંગ પર્પલ હોય છે, જે બાદમાં લીલો થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp