3 બાળકોને લૉક કરી નવા BF જોડે હોટલમાં ગઈ મહિલા, થઈ જેલ

PC: dailymail.co.uk

એક મહિલા પોતાના બાળકોને ઘરમાં બંધ કરીને નવા બૉયફ્રેન્ડ જોડે રાત પસાર કરવા માટે હોટલ ચાલી ગઈ હતી. 32 વર્ષની મહિલાને આ કારણે 18 મહિનાની જેલની સજા કરવામાં આવી છે. આ કેસ ઈંગ્લેન્ડના લંકાશિરનો છે. મહિલાએ પોતે જ હોટલનો રુમ બુક કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, મહિલાએ તેના 3 બાળકોને રુમમાં લોક કરી દીધા હતાં, અને એક ટોયલેટ પેપર અને બાલ્ટી રુમમાં મૂકીને ગઈ હતી. ત્યાર બાદ મહિલા હોલીડે ઈન હોટલમાં પોતાના નવા પ્રેમીની સાથે રાત પસાર કરવા ચાલી ગઈ હતી.

મહિલાએ એવા સમયે તેના બાળકોને રુમમાં બંધ કરી દીધા જ્યારે તેના મોટા દીકરાની 7મી વર્ષગાંઠ હતી. પોલીસ ઓફીસર જ્યારે મહિલાના ઘરે પહોંચ્યા તો બાળકો ખરાબ હાલતમાં જોવા મળ્યા. આ બાળકોના પિતા મહિલાથી અલગ થઈ ગયા છે. પણ તેમણે બાળકોને ઘરે એકલા છોડવા પર વિરોધ જાહેર કર્યો હતો.

પ્રેસ્ટન ક્રાઉન કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ, ત્યાર પછી મહિલાને દોષી જાહેર કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને આ મામલામાં પુરાવા મળ્યા કે મહિલાએ જ હોટલમાં રુમ બુક કરાવ્યો હતો.

મહિલાએ શરૂઆતમાં તો પોતાની બહેનને બાળકોની દેખરેખ અંગે કહ્યું હતિં, પણ એવું થયું નહિ. ઘટના 15 સપ્ટેમ્બર 2017માં બની હતી. ઘટનાના બીજા દિવસે ઘર પહોંચ્યા પછી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

બહારના દેશમાં બાળકોની સલામતીને લઈને કાયદાઓ ઘણાં કડક છે. જ્યારે ભારતમાં તેનાથી ઉલટી સ્થિતિ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp