વરસાદ પડતા પોતે પલળી દીકરાને ભીનો થતા બચાવવા લાગી મા, જુઓ વીડિયો

PC: twitter.com/SuhanRaza4

‘મા તે મા બીજા બધા વગડાના વા’ એ કહેવત તો તમે સાંભળી જ હશે. માતા માટે આ વાત આમ જ કહેવામાં આવી નથી. માતાની મમતા સામે બધુ જ ફિક્કું છે. તે પોતાના સંતાનો માટે મગર શું, સિંહ સાથે બાથ ભીડી શકે છે. તે પોતે ભૂખી રહી લેશે, પરંતુ સંતાનોને ભૂખ્યા સૂવા દેતી નથી. એટલે જ કહેવાય છે માતા દરેકની જગ્યા લઈ શકે છે, પરંતુ માતાની જગ્યા કોઈ નહીં લઈ શકે. સોશિયલ મીડિયા પર માતાની મમતા સાથે જોડાયેલો એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા.

આ વાયરલ વીડિયોમાં એક માતા પોતાના દીકરાને વરસાદથી બચાવવાનો પ્રયાસ કરતી નજરે પડી રહી છે. માતાના આ જ પ્રયાસે સોશિયલ મીડિયાની પબ્લિકનું દિલ જીતી લીધું છે. આ હૃદયસ્પર્શી વીડિયોને @suhanRaza4 નામના ટ્વીટર યુઝરે પોસ્ટ કર્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું કે, ‘મા બધાની જગ્યા લઈ શકે છે, પરંતુ કોઈ પણ માની જગ્યા નહીં લઈ શકે.’ આ 11 સેકન્ડની ક્લિપમાં જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ પર ઊભા વાહન લીલી લાઇટ થાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ પણ પડી રહ્યો હતો.

એવામાં બાઇક પર બેઠી માતા છત્રી ન હોવાના કારણે પોતાના દીકરાને વરસાદથી બચાવવા માટે હાથમાં પકડેલી પ્લાસ્ટિકની થેલીથી તેના માથાને કવર કરી દે છે, જ્યારે તે પોતે ભીની થતી રહે છે. માતાનો આ જ પ્રેમ જોઈને લોકોનું દિલ ભરાઈ આવ્યું. ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાકે કહ્યું કે, માતાથી વધીને કોઈ નથી, તો કેટલાક કહ્યું કે હકીકતમાં માતાની જગ્યા કોઈ નહીં લઈ શકે. તો ધીરજ શર્માએ લખ્યું કે પણ સારી સેફ્ટી માટે હેલમેટ કેમ નથી પહેર્યો? અત્યાર સુધી આ વીડિયોને 1100 કરતા વધુ લાઇક્સ મળી ચૂકી છે 100 કરતા વધુ વધુ રીટ્વીટ અને 32 હજાર કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આમ આ ક્લિપ જોઈને તમારા મનમાં શું આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp