નાના બાળકની ટીચરને ધમકી- મારા પપ્પા પોલીસમાં છે, મારી દેશે ગોળી...જુઓ વીડિયો

PC: khabarchhe.com

સોશિયલ મીડિયા નાના બાળકોના ફની વીડિયોથી ભરેલું છે. દરરોજ બાળકોના નવા નવા ફની વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ એક બાળક ક્લાસમાં ટીચરને કિસ કરીને મનાવતો વીડિયો વાયરલ થયો હતો. હવે આવો જ એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકને ક્લાસમાં શિક્ષક ઠપકો આપવા લાગે છે, તો બાળક ગુસ્સામાં રડતા રડતા શિક્ષકને ધમકી આપે છે. આ વીડિયો જોવામાં ખૂબ જ ફની છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક રડતો હોય છે અને ક્લાસમાં શિક્ષકને કહી રહ્યો છે કે મારા પિતા પોલીસમાં છે. તો શિક્ષક બોલે તો શું કરીએ. પછી તે કહે છે કે મારી દેશે ગોળી. શિક્ષક કહે કોને? બાળક જવાબમાં બોલે છે તમને. ત્યાર બાદ શિક્ષક પૂછે છે, શું તમને ભણવું નથી ગમતું? બાળકના સુંદર જવાબો તમને આશ્ચર્યચકિત કરશે અને સાથે જ તમારા ચહેરા પર સ્મિત પણ લાવશે.

આ વીડિયોને ટ્વિટર પર @Gulzar_sahab નામના પેજ પરથી 20 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું- મારા પિતા પોલીસમાં છે. આ ક્લિપને અત્યાર સુધીમાં 57 હજારથી વધુ વખત જોવામાં આવી છે. અને 2 હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. યુઝર્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે મજાક કરતા લખ્યું - મારા કાકા ધારાસભ્ય છે. અન્ય એક યુઝરે લખ્યું કે બાળકો ઘરમાં જે સાંભળે છે તે જ બોલે છે. આ અંગે તમારું શું કહેવું છે?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp