Video: આ ડિવાઈઝની મદદથી દૂર રહેતા પણ તમે પાર્ટનરને કરી શકો છો કિસ

PC: ndtv.in

ફોન પર ઘણા બધા લોકો પોતાના પાર્ટનર સાથે વાત અથવા ચેટ કરે છે. આ દરમિયાન તેઓ પોતાની ફીલિંગ શેર કરે છે. પરંતુ, જ્યારે પણ તેઓ રોમેન્ટિક થઈને એકબીજાને કિસ કરવા ઈચ્છે છે તો એક મોટી સમસ્યા આવી જાય છે. કિસ ના નામ પર માત્ર એક ઈમોજી જ તેઓ મોકલી શકે છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેનારા એવા કપલ્સ માટે ચીનની એક યુનિવર્સિટીએ કિસિંગ ડિવાઈઝ બનાવ્યું છે. ચીનના સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની ગયુ છે. ઘણા લોકોએ તેને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર, ચાંગઝો વોકેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેક્ટ્રોનિક ટેક્નોલોજીએ આ આવિષ્કારની પેટન્ટ મેળવી લીધી છે. આ ડિવાઈઝની જાહેરાત લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપવાળા કપલ્સ માટે ફિઝિકલ ઈન્ટીમસી સાથે જોડીને કરવામાં આવી રહી છે. આ ડિવાઈઝમાં પ્રેશર સેન્સર અને એક્યૂટર્સ લાગેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ડિવાઈઝ એક અસલી કિસની નકલ કરવામાં સક્ષમ હશે. આવિષ્કાર કરનારાઓનું કહેવુ છે કે, આ ડિવાઈઝ હોઠોના પ્રેશર, ગતિ અને તાપમાનને સંપૂર્ણરીતે કોપી કરી શકે છે.

હોઠોના મોશન ઉપરાંત તે એ અવાજોની પણ નકલ કરી શકે છે જે, દૂર બેઠેલો યુઝર કરશે. જોકે, આ ડિવાઈઝની લોકો સોશિયલ મીડિયા પર મજાક બનાવી રહ્યા છે. ચીનના સોશિયલ મીડિયા વીબો પર લોકોએ તેને અશ્લીલ અને ડરાવનારું ગણાવ્યું છે. કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, નાની ઉંમરના બાળકો પણ તેને ખરીદી શકે છે. એક યુઝરે લખ્યું- મને આ ડિવાઈઝ વિશે કંઈ સમજાઈ નથી રહ્યું, પરંતુ હું તેને લઈને આશ્ચર્ય અનુભવુ છું. અલગ-અલગ ટ્વિટર અકાઉન્ટે પણ તેનો વીડિયો શેર કર્યો છે, જેને કરોડો લોકો જોઈ ચુક્યા છે. ચીનમાં આ ડિવાઈઝ 41 ડૉલર આશરે 3500 રૂપિયામાં મળી રહ્યું છે.

આ ડિવાઈઝનો ઉપયોગ કરવા માટે યુઝરે એક એપ દ્વારા તેને ફોનના ચાર્જિંગ પોર્ટ સાથે જોડવાનું રહેશે. વાત કરનારા બે યુઝરની પાસે તે હોવુ જોઈએ. ત્યારબાદ તેઓ વીડિયો કોલ પર વાત કરી શકે છે અને ડિવાઈઝ પર બનેલા સિલિકોનના હોઠને કિસ કરી શકે છે. જેવુ મોશન હોઠ પર એક તરફ થશે, એવી જ રીતે બીજી તરફના હોઠમાં મોશન દેખાશે. ડિઝાઈનના પ્રમુખ આવિષ્કારક જિયાંગ ઝોંગલીએ કહ્યું, હું મારી ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો આથી, અમે માત્ર ફોન દ્વારા જ જોડાઈ શકતા હતા. આ જ કારણ છે કે મને આ ડિવાઈઝ બનાવવાની પ્રેરણા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp