ચાલતી ટ્રેનમાં પાણીપુરી વેચતો દેખાયો વ્યક્તિ, જુઓ વીડિયો

પાણીપુરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આપણાં દેશમાં પાણીપુરીના શોખીનોની કોઈ કમી નથી, એટલે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે. તમે કોઈ પણ માર્કેટમાં જતા રહો, તમને પાણીપુરીના સ્ટોલ દરેક જગ્યાએ જોવા મળી જશે. આમ પણ પાણીપુરીનો સ્ટોલ લગાવવા માટે વધારે જગ્યા પણ જોઈતી નથી. નાનકડી જગ્યા પર કોઈ પણ પાણીપુરીવાળો જગ્યા પોતાની લારી લગાવીને સરળતાથી વેચી શકે છે.
હવે તમે આ વ્યક્તિને જ જોઈ લો. પૈસા કમાવા માટે તેણે એવી રીત અપનાવી કે લોકો તેના આઇડિયાથી પ્રભાવિત થઈ ગયા. આ વ્યક્તિનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વ્યક્તિને પાણીપુરીનો સ્ટોલ લગાવવા માટે કોઈ જગ્યા ન મળી તો તે પોતાનો સ્ટોલ ટ્રેનમાં જ લગાવીને લોકોને પાણીપુરી ખવડાવવા લાગ્યો. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિને ચાલતી ટ્રેનની અંદર પાણીપુરી વેચતો જોઈ શકાય છે. એ વ્યક્તિની આસપાસ લોકો ઊભા છે અને કેટલાક લોકો તો પાણીપુરી પણ ખાતા નજરે પડી રહ્યા છે.
When you put your business mind on the right track pic.twitter.com/Wg3sQmEgpQ
— Sagar (@sagarcasm) June 21, 2023
હાલમાં આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. વીડિયોને જોયા બાદ ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોને આ વ્યક્તિનો આ બિઝનેસ આઇડિયા પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. તો કેટલાક યુઝર તેને કોલકાતાની લોકલ ટ્રેન બતાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોએ લખ્યું કે, સારું છે કે આ બધુ કામ અત્યાર સુધી દિલ્હી મેટ્રોમાં નથી થઈ રહ્યું. કેટલાક લોકોએ કહ્યું કે, કેટલા ટેલેન્ટેડ લોકો છે અમારે ત્યાં.
તો સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને દર્શકોએ તેનું ખૂબ મજાક પણ ઉડાવ્યું છે. તો લોકોએ આ વીડિયોને જોઈને જાત જાતના મીમ પણ બનાવ્યા. 14 સેકન્ડના વાયરલ વીડિયો એક લોકલ ટ્રેનનો છે જેમાં લોકો મજાથી પાણીપુરી ખાતા નજરે પડી રહ્યા છે. જો તમને પણ લોકલ ટ્રેનમાં પાણીપુરી વેચવાનો વાયરલ વીડિયો પસંદ આવ્યો હોય તો આર્ટિકલ શેર કરવાનું ન ભૂલો. સાથે જ આ આર્ટિકલ પર પોતાના મંતવ્ય શેર કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp