જિદ્દ કે જુસ્સો! 39 પ્રયત્નો બાદ Google માં મળી જોબ, વાયરલ થઇ યુવકની કહાની
કહેવાય છે કે, પ્રયત્નો કરતા લોકોની હાર નથી થતી. એક એવા જ વ્યક્તિની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેને ક્યારેય પણ પ્રયત્નો કરવાના બંધ નથી કર્યા, અંતે તેને પોતાના સપનાઓની કંપની Google માં નોકરી મેળવી લીધી. આ વ્યક્તિની કહાની લોકોને ઓનલાઈન પ્રેરણા આપી રહી છે. ટાઈલર કોહેનને ટેક દિગ્ગજ માટે એક બે વાર નહીં, પણ 39 વાર અરજી કરી હતી, તેને Google ની સાથે પોતાના તમામ ઈમેલ કોમ્યુનિકેશનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.
વાયરલ થઇ રહી છે કોહેનની કહાની
સનફ્રાન્સિકોનો રહેવાસી યુવા કોહેન Google માં નોકરી મેળવવા માટે પહેલા અમેરિકાની ફૂડ કંપની ડોરડેશમાં અસોસિએટ મેનેજરના પદ પર હતો. Google માં નોકરી મળ્યા પછી કોહેને LinkedIn પોસ્ટમાં લખ્યું કે, ‘દૃઢતા અને પાગલપણના વચ્ચે માત્ર એક નાની રેખા છે, હું હજુ પણ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે, મારી પાસે દૃઢતા છે કે પાગલપણું.’ આ પોસ્ટને અંદાજે 35,000 લોકોએ લાઈક કર્યું છે અને 800 થી વધુ યૂઝર્સે આના પર કમેન્ટ કરી છે.
40મા પ્રયત્નમાં મળી સફળતા
કોહેને પહેલી વખત 25 ઓગસ્ટ 2019 એ Google માં નોકરી માટે અરજી કરી હતી, પણ તેને રિજેક્ટ કરવામાં આવ્યું હતું, તેને હાર નથી માની અને ફરી અપ્લાય કર્યું. 19 જુલાઈ,2022 સુધી દર વખતે Google પાસેથી રિજેકશન મળ્યું હતું, 40મા પ્રયત્નમાં Google એ તેને નોકરી આપી હતી.
સોશિયલ મીડિયા પર કોહેનની પ્રશંસા
ટાઈલર કોહેનની ક્યારેય પણ હાર ન માનવાની પ્રેરણાદાયક કહાનીની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ સંઘર્ષની કહાનીની ખૂબ જ ચર્ચા પણ કરી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે, કોહેનના આ પોસ્ટ પર પોતે Google પણ પ્રતિક્રિયા આપી છે.
Google એ કોહેનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ કેવી યાત્રા રહી છે, ટાઈલર! સાચ્ચે જ આ એક સમય જ રહ્યો હશે.’ લોકોએ Google પણ પ્રશંસા કરી છે, જેને કોહેનની LinkedIn પોસ્ટ પર કમેન્ટ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp