રસ્તા પર તડકામાં છોડ વેચતા વૃદ્ધને મદદ કરવા બોલિવુડ સ્ટારે કરી અપીલ પછી...

PC: twitter.com

બેંગ્લોરમાં રસ્તાને કિનારે સખત તડકાંમાં એક વૃદ્ધ છોડવા વેચી રહ્યો હતો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેમને મદદ કરવા માટે પહોંચી ગયા હતા. ટ્વીટર પર યુઝર્સે લોકોને આગ્રહ કર્યો કે તેઓ તેમની પાસેથી છોડવાની ખરીદી કરે, જેથી તેમની મદદ થઈ શકે.

સોમવારે શુભમ જૈન નામના એક ટ્વીટર યુઝરે રેવના સિદ્દપ્પા અંગે એક પોસ્ટ શેર કરી હતી, જેઓ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં રસ્તાના કિનારે બેસીને છોડવા વેચી રહ્યા હતા. તેણે બે ફોટા શેર કર્યા છે. જેમાં જોઈ શકશો કે વૃદ્ધ સખત તડકાંથી બચવા માટે એક હાથમાં છત્રી લઈને બેઠેલો જોવા મળે છે. તેણે પોતાના ફોલોઅર્સને આ વૃદ્ધને સપોર્ટ કરવાની માગણી કરી હતી.

તેણે ફોટો શેર કરતા કહ્યું હતું કે, રેવના સિદ્દપ્પાને મળો, એક વૃદ્ધ વ્યક્તિ, જે કર્ણાટકના સરાકી સિગ્નલ પાસે કનકપુરા રોડ પર છોડવા વેચે છે. આ છોડવાની કિંમત 10 થી 30 રૂપિયા છે. આ ટ્વીટને હજારો લાઈક મળ્યા છે અને બોલિવુડના અભિનતા રણદીપ હુડ્ડાએ તેની પર રિએક્શન પણ આપ્યું છે અને તેણે તેમનું પરફેક્ટ એડ્રેસ માંગ્યુ હતું.

રણદીપ હુડ્ડાએ પણ પોતાના ફોલોઅર્સને આ વૃદ્ધ વ્યક્તિની મદદ કરવાની અપીલ કરી હતી. તેણે વૃદ્ધ વ્યક્તિની દુકાનનું સંપૂર્ણ એડ્રેસ નાખતા લખ્યું હતું કે, બેંગ્લોર વાળાઓ, તમારો પ્રેમ દેખાડો. અભિનેતા માધવન અને આરજે આલોક જેવી અન્ય ઘણી જાણીતી પર્સનાલિટીઓએ પણ આ ટ્વીટને શેર કરી હતી. મદદની અપીલ અને ફોટા સૌને પસંદ આવતા ઘણા લોકોએ તેમની દુકાનની મુલાકાત લેવાની અને તેમની પાસેથ છોડવા ખરીદવાનું જણાવ્યું.

જે પછી કનકપુરા રોડના ચેન્જમેકર્સ-એનજીઓ અને રેજિડેન્ટ વેલફેર એસોશિએશનનું એક મહાસંઘે સિદ્દપ્પાને એક કેનોપી અને બીજા છોડવા લઈને આપવા માટે પહોંચ્યા હતા, જેને તેઓ વેચીને કમાણી કરી શકે. તેમણે સિદ્દપ્પા માટે એક મોટી છત્રીનો ઈંતજામ કર્યો હતો. તેની સાથે તેમના માટે એક ખુરશી અને ટેબલ પણ મૂક્યું હતું. જેની લોકો દ્વારા ઘણી પ્રશંસા કરવામાં આવી છે. એક ટ્વીટર યુઝર્સે લખ્યું છે કે સોશિયલ મીડિયા ઘણું સારું કામ કરી રહ્યું છે. જો આગામી કેટલાંક વર્ષો આવું જ ચાલતું રહ્યું તો સરકારની સરખામણીએ સોશિયલ મીડિયા વધારે રોજગાર આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp