એનર્જી ડ્રિંકમાં બનાવ્યા પાસ્તા, વીડિયો જોઇ લોકો ભડકી ગયા, જુઓ વીડિયો

PC: indiatimes.com

મેગીની જેમ પાસ્તા પણ ઘણાં લોકોના ફેવરિટ છે. બંને વસ્તુઓને બનાવવાની એક અલગ રીત છે. પણ દુનિયામાં અમુક લોકો એવા છે જે ક્રિએટિવિટીના ચક્કરમાં રાયતો ફેલાવી દે છે. જેવું આ વ્યક્તિએ કર્યું. ફેસબુક યૂઝર જસ્ટીન ફ્લોમે 3 જાન્યુઆરીના રોજ એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું, તમે હવે પહેલા ક્યારેય પણ આ રીતે પાસ્તા નહીં ખાશો. વીડિયોમાં એક વ્યક્તિ પાસ્તા બનાવી રહ્યો છે. પણ પાસ્તા બનાવવા માટે તે પાણીના સ્થાને એનર્જી ડ્રિંક યૂઝ કરે છે. જેને કારણે પાસ્તા ભૂરા કલરના દેખાવા લાગે છે. બાકીનો વીડિયો જોઇ આ પાસ્તા રેસિપીને ટ્ર્રાઇ કરવાનું મન નઇ થશે.

પાસ્તા બનાવવાની આ વિચિત્ર રેસિપીને વીડિયો જોઇને 10 હજારથી વધારે રિએક્શન અને શેર મળ્યા છે. જ્યારે 14 હજાર લોકોએ આના પર કમેન્ટ કરીને પોતાના મનની વાત લખી છે.

તમે ક્યારેય પણ પાસ્તા નહીં ખાશો

વીડિયોની શરૂઆતમાં વ્યક્તિ દ્વારા વાસણમાં એનર્જી ડ્રિંક્સ નાખે છે. જ્યારે એનર્જી ડ્રિંક્સ ઉકળવા લાગે છે તો વ્યક્તિ તેમાં પાસ્તા નાખે છે. તો ઉકળતા પાસ્તામાં તે એક પ્લેટમાં નાખતો અને સોસ બનાવવા માટે એનર્જી ડ્રિંકમાં લોટ નાખે છે.

જ્યારે તે બરાબર રીતે મિક્સ થઇ જાય છે તો તે એ મિશ્રણને પ્લેટમાં રાખેલા પાસ્તા પર ફેલાઇ દે છે. જેને લીધે પાસ્તા દેખાવે ખરાબ થઇ જાય છે. એજ કારણ છે કે આ વીડિયો લોકોની વચ્ચે વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp