
એક કહેવત છે કે, મન હોય તો માળવે જવાય. જેને કંઈક નવું જ કરવું છે તે ગમે ત્યાંથી આઈડિયા અને રસ્તા શોધી લે છે. પરીક્ષાઓમાં મળેલી નિષ્ફળતાઓની ગણતરી કરવા કરતા નવું સાહસ કરવામાં માને છે. અમર્યાદિત અને અથાગ પ્રયત્નો થકી લાખો રૂપિયા કમાનારાઓની શરૂઆત કાયમી ધોરણે સંધર્ષમય રહી હોય છે. આવું બન્યું મેરઠમાં રહેતી પાયલ અગ્રવાલ સાથે.
પાયલ અગ્રવાલ આજે ખાતર બનાવવાનું કામ કરે છે અને માસિક લાખો રૂપિયા કમાય છે. જો કુલ આવકની ગણતરી કરવામાં આવો તો એ દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. પાયલ બી.ટેક કર્યા બાદ સરકારી નોકરી માટે અનેક સ્પર્ધાત્મ પરીક્ષાઓની તૈયારીઓ કરી. બેન્ક, પીઓ, કલાર્કની પરીક્ષા આપી ચૂકી હતી. પણ ખાસ કોઈ સફળતા ન મળી. બે વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા બાદ ખાસ કંઈ હાથમાં ન આવ્યું. વર્ષ 2016માં બી.ટેક કર્યા બાદ કોઈ પરીક્ષા ક્રેક ન કરી શકી. પણ અભ્યાસ દરમિયાન જ નાના-મોટા બિઝનેસના આઈડિયા યુટ્યુબર પર શોધતી હતી. આ એવા આઈડિયાની શોધ હતી જે ઓછા ખર્ચે અપનાવી શકાય. મર્યાદિત મૂડીથી બિઝનેસ શરૂ કરી શકાય.
આ આઈડિયામાંથી તેને વર્મી કમ્પોસ્ટ બનાવવાનો આઈડિયા આવ્યો. પછી આ કામ શરૂ કર્યું. 22 વર્ષની હતી ત્યારથી ઘરે ખાતર બનાવે છે. હાલ તે 27 વર્ષની છે. આ ખાતર કિચન વેસ્ટમાંથી તૈયાર થયું હતું. રસોડામાંથી જે શાકભાજીના છોતરા, ફળના ફોતરા નીકળતા જેને લોકો ફેંકી દે છે. એને એક મોટા કન્ટેનરમાં ભેગા કરી નાંખતી. પંદર દિવસનો આવો કચરો ભેગો થાય એટલે એમાં પાણી નાંખી સડવા દે. એ પછી એમાં છાણનું મિશ્રણ કરાતું. ત્યાર બાદના મહિનામાં ખાતર બની જતું. પણ તેનો ઉપયોગ માત્ર ઘરના કુંડા પૂરતો મર્યાદિત હતો. મોટા પાયે ખાતર ઉત્પાદન માટે જમીનની જરૂર હતી પણ પોતાની કોઈ જમીન ન હોવાથી દતાવલી ગામમાં જમીન જોઈ. આમા જમીન ફળદ્વુપ કે ઉજ્જડ હોય એનાથી કોઈ ફેર પડે એમ ન હતો. દોઢ એકર જમીન ભાડા પેટે લીધી.
જેનું વાર્ષિક ભાડું રૂ.40 હજાર હતું. યુટ્યુબ પર વર્મી કોમ્પોસ્ટ વાળા વીડિયોનું પ્રેક્ટિલ કર્યું અને એક પ્લાન્ટ બનાવ્યો. પાયલનો પ્લાન હતો કે, તે 30 બેડથી શરૂઆત કરશે. પણ જ્યાં જમીન હતી ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. તેથી પછી બોર કરાવ્યો. લાઈટની પણ સગવડ ન હતી એટલે જૂનું જનરેટર રિપેર કરાવ્યું. ત્યાર બાદ પાવડા જેવા ઓજાર પણ લીધા. એક બેડને તૈયાર કરવા માટે આઠથી સાડા આઠ હજાર રૂપિયાનો ખર્ચો આવે. 30 ફૂટ લાંબા અને 4 ફૂટ ઊંચાઈવાળા એક બેડમાં 300 રૂપિયાની પોલિથિન લાગે. 30 કિલો કેંચુઆ અને 1500 કિલો છાણાંનો ઉપયોગ થાય. કુલ 26 બેડ સાથે કામ શરૂ કર્યું.જ્યારે આ બિઝનેશ શરૂ કર્યો ત્યારે રૂ.2 લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે ખાતરની વેલિડિટી એક વર્ષની હોય છે. છ મહિના સુધી તો કંઈ ન વેચાયું પણ પછી વેચાણમાં મોટો વધારો થયો. આજે પાયલ મહિને દોઢ લાખ રૂપિયા જેટલી આવક ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp