સનબર્નથી પરેશાન છો? આ 5 ઉપાયો દ્વારા સ્કીન ટેનિંગથી મળશે છૂટકારો
Skin Tanning Removing Tips: ઘણીવાર તમે જોયું હશે કે વધુ ગરમીના કારણે આપણી સ્કિનનો એ ભાગ દાઝી જાય છે જે કપડાથી ઢંકાયેલો રહેતો નથી, ગરમીમાં અથવા સામાન્ય રીતે સમુદ્ર કિનારે ડાયરેક્ટ સૂર્યપ્રકાશને કારણે લોકોને સ્કિન ટેનિંગનો (Skin Tanning) સામનો કરવો પડે છે. જેમાં ત્વચા લાલ અથવા કાળી થઈ જાય છે, પરંતુ ઘણા લોકોને આના કારણે બોડીમાં બળતરાનો પણ સામનો કરવો પડે છે. ત્યારે આવો જાણીએ કે આ સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય છે.
સ્કિન ટેનિંગ (Skin Tanning) થવાની સ્થિતિમાં સ્નાન કરતી વખતે ખાસ વ્યવસ્થા કરો. જેના માટે બાથટબમાં શરીરને થોડી વાર સુધી ડુબાવી રાખો. જેને કારણે સનબર્નની (Sunburn) અસર ઓછી થવા લાગે છે. ટબના પાણીમાં ઓટમીલને (Oatmeal) એક કપડાં સાથે બાંધીને મૂકી દો. જેના કારણે ત્વચામાં ફરીથી નિખાર આવી જશે. આ સિવાય ટબમાં કોર્નસ્ટાર્ચ અને બેકિંગ સોડાને પણ એક સાથે મેળવી શકાય છે. જેનાથી ખંજવાળમાં આરામ મળે છે.
એ વાતના આપણે સૌ જાણકાર છે કે એલોવેરા (Aloe Vera) સ્કિન માટે કેટલું ઉપયોગી છે, એ જ કારણ છે કે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કિન ટેનિંગ (Skin Tanning) થવા પર એલોવેરા જેલને પ્રભાવિત ભાગોમાં લગાવો જેનાથી ત્વચાને ઠંડક મળી શકે.
ઓટમીલને (Oatmeal) સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સમજવામાં આવે છે. તમે તેની સાથે દૂધ અને મધને મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરો અને ત્વચાના એ ભાગોમાં લગાવો જ્યાં સનબર્નની (Sunburn) અસર થઇ છે.
બરફને સ્કિન ટેનિંગનો (Skin Tanning) રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જેના માટે બરફને આઈસ બેગમાં મૂકી દો અને પછી અસરગ્રસ્ત ભાગમાં લગાવો, જો આઇસ બેગ નહીં હોય તો બરફને કોઈ કપડાં અથવા પ્લાસ્ટિકમાં મૂકીને તેનો ઉપયોગ કરો. જેનાથી ત્વચાની સમસ્યાઓ દૂર થઈ જશે.
નાળિયેરનું તેલ (Coconut Oil) પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, જ્યારે સનબર્નના (Sunburn) કારણે ત્વચા બળી જાય તો પહેલા ઠંડા પાણીથી તેને ધોઈ લો અને પછી તેના પર નારિયેળના તેલથી (Coconut Oil) માલિશ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp