પાયલટ પુત્રએ પૂરું કર્યું માતાનું સપનું, પોતાના જ વિમાનમાં બેસાડીને લઈ ગયો મક્કા

PC: ndtv.in

દરેક માતા-પિતા ઈચ્છે છે કે, તેમનું બાળક જીવનમાં સફળ થાય અને તેમના તમામ સપના પૂરા કરે. પોતાના બાળકોના જીવનને સારું બનાવવા અને તેમને તેમના લક્ષ્યોને પૂરા કરવામાં મદદ કરવા માટે, માતા-પિતા પણ ત્યાગ આપવામાં પાછળ નથી પડતાં. તેમણે આપણા માટે જે કંઈ પણ કર્યું છે, તેના માટે જો આપણે દરરોજ તેનો આભાર પણ માનીએ, તો પણ તે ઓછું કહેવાશે. માતા-પુત્રની જોડીની આવી જ એક હૃદયને સ્પર્શી લેનારી કહાની હાલ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેણે ઓનલાઈન લોકોનું દિલ જીતી લીધું છે. આ કહાની એક એવી મહિલાની છે જે ઈચ્છતી હતી કે, તેનો નાનો દીકરો મોટો થઈને પાઈલટ બને અને તેને એક દિવસ એરોપ્લેન દ્વારા મક્કા લઈ જાય. ઘણા વર્ષો પછી યુવકે તેની માતાના સપનાને સાકાર કર્યું.

એક ટ્વિટર પોસ્ટમાં યુઝર આમિર રાશિદ વાનીએ પાયલટનો એક ફોટો અને તેની માતા દ્વારા વર્ષો પહેલા લખવામાં આવેલી નોટ શેર કરી હતી. વાનીએ ટ્વીટમાં લખ્યું હતું કે, "મારી માતાએ મને શાળા માટે એક કાર્ડ લખ્યું અને તેને મારી છાતી સાથે લટકાવી દીધું, અને મને કહેતી હતી કે, 'જ્યારે તું પાઈલટ બની જાય, ત્યારે મને તારા વિમાનમાં #Makkah લઈ જજે.' આજે મારી માતા પવિત્ર કાબાના મુસાફરોમાંથી એક છે અને હું વિમાનનો પાઇલટ છું."

પોસ્ટ કરવામાં આવ્યા પછી, ટ્વીટને 20,000થી વધુ લાઈક્સ, 23,000 હજારથી વધુ રીટ્વીટ અને ઘણી ટિપ્પણીઓ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પ્રેરક પોસ્ટને લાઈક કરી અને પોતાની માતાના સપનાને પૂરા કરવા માટે પાયલટ પર પ્રેમ વરસાવ્યો. એક યુઝરે લખ્યું, 'હું ખરેખર રડી રહ્યો છું. તે ખૂબ જ સુંદર છે.' એક અન્ય ટિપ્પણીમાં લખ્યું છે કે, 'વિશ્વાસ શક્તિશાળી છે, અને માતા-પિતાના આશીર્વાદ પણ એટલા જ શક્તિશાળી છે.'

એક ત્રીજાએ ટિપ્પણી કરી, જો તમે નક્કી કરી લો તો તમારા સપના હંમેશા સાકાર થશે.

ગયા મહિને, આ પ્રકારની જ એક ઘટનાએ ઈન્ટરનેટને ભાવુક કરી દીધું હતું. જ્યારે એક દીકરાએ પોતાના પિતાને તેમના 59મા જન્મદિવસ પર એક ડ્રીમ બાઇક આપીને સરપ્રાઈઝ આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, પુત્રને તેના પિતાને તેની મનપસંદ બાઇક ગિફ્ટ કરતો જોઈ શકાય છે, આ અનુભવ કર્યા પછી કે તે તેને કેટલો પ્રેમ કરે છે. તેના પિતા આ મનમોહક ભાવથી અભિભૂત થઈ ગયા અને ઇન્ટરનેટ આ ખુશી શેર કરવામાં સામેલ થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp