પોલીસકર્મીએ બોલિંગ કરી મચાવી તબાહી, બોલિંગ જોઈને તમામ આશ્ચર્યચકિત, જુઓ વીડિયો

PC: twitter.com/mipaltan

મુંબઈ ઇન્ડિયન્સ (MI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ટીમોમાંથી એક છે. રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ઘણા યુવા ખેલાડીઓને શોધ્યા છે, જે આજે ઇન્ટરનેશનલ સ્ટેજ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેણે બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. વીડિયો જોઈને લોકો જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. જોત જોતમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકોને પોલીસકર્મીની સ્પષ્ટ લાઇન, લેથ અને સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે.

મુંબઈ ઇન્ડિયન્સે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી લોકલ ક્લબમાં જઈને નેટ્સમાં યુવા ખેલાડીઓને બોલિંગ કરી રહ્યો છે. પોલીસકર્મી ખાખી વર્દીમાં જે સ્પીડ, લાઇન અને લેન્થથી બોલિંગ કરી રહ્યો છે તેને જોઈને એવું લાગતું નથી કે આ કોઈ પ્રોફેશનલ બોલર ન હોય. આ પોલીસકર્મીની બોલિંગ સામે ક્લબના બેટ્સમેન પોતાને અસહજ અનુભવ કરતા નજરે પડી રહ્યા છે. પોતાની સ્વિંગ અને સ્પષ્ટ લાઇનથી પોલીસકર્મી બેટ્સમેનને બોલ્ડ કરતો નજરે પડી રહ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સે આ વીડિયોને અપલોડ કરતા ખૂબ જ મજેદાર કેપ્શન આપ્યું છે. MI ફ્રેન્ચાઇઝીએ લખ્યું કે, ‘હેલ્લો 100, અમે આ ખતરનાક પેસ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવવા માગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન 5 વખત ટ્રોફી જીતી ચૂકી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023ની 16મી સીઝન જીતીને મુંબઈ ઇન્ડિયન્સના 5 વખત ટ્રોફી જીતવાના રેકોર્ડની બરાબરી કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સનીમાં પાંચમી વખત ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ (GT)ને હરાવી હતી.

જસપ્રીત બુમારહ જેવા બોલર મુંબઈ ઇન્ડિયન્સની દેન છે. આ ફ્રેન્ચાઇઝીની કેપ્ટન્સી રોહિત શર્મા ઘણા વર્ષોથી કરી રહ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ટીમ દરેક સીઝનમાં ટ્રોફીના દાવેદારોમાં સામેલ હોય છે. મુંબઈ ઇન્ડિયન્સની સ્ક્વોડ ખૂબ મજબૂત છે અને આ ફ્રેન્ચાઇઝી IPLની ગત સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ તે ફાઇનલ સુધી પહોંચી શકી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp