આપઘાત કરવા કૂવામાં કૂદી ગયેલી મહિલાને બચાવવા પોલીસ ઓફિસર જાતે અંદર ઉતરી ગયા

PC: indiatimes.in

અમુક વખતે એવું બનતું હોય કે પતિ-પત્ની, નાના-નાની, ભાઈ-બહેન, પિતા-પુત્ર કે ગમે તે સગાસંબધી સાથે નાની-નાની વાતે પણ ઝગડો થયા કરતો હોય છે. એ ઝગડા કેટલીક વાર એટલો વણસી જતો હોય છે, એ રોજના ઝગડાથી કંટાળીને અમુક લોકો આત્મહત્યા કરી લેવાનું વિચારે છે અથવા કરી લે છે, પરંતુ આત્મહત્યા એ યોગ્ય સોલ્યુશન નથી, આત્મહત્યા એ એક ખોટો વિચાર છે.

ને વળી આત્મહત્યા કરવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જતું નથી. લોકોએ આત્મહત્યા કરતાં પહેલા લાંબા ગાળાનું વિચારવું જોઈએ. આપણે કિડીને જોઈએ છીએ એ દીવાલ પર ચઢતી હોય છે તો એ કેટલીયે વાર નીચે પડી જતી હોય છે, એને ઘણા બધા વિધ્નો પણ આવતા હોય છે. છતાં એ ક્યારેય દીવાલ પર ચઢવાનું ભૂલી જતી નથી અને આખરે તે તેના લક્ષ્ય સુધી પહોંચી જાય છે.

કિડીને છોડો એક ચકલીનું બચ્ચું, જે ઈંડામાંથી જન્મ લે, આંખ ખોલે પછી થોડા દિવસોમાં હવામાં ઉડવાનો પ્રયાસ કરે છે. એ તાત્કાલિક આકાશમાં ઉપર સુધી ઊડી શકતું નથી, એ માળાથી નીચે સુધી ઉડે છે અથવા તો માળાની આજુબાજુની ડાળીઓ પર ઉડતા રહે છે. બચ્ચાઓને જમીન પર નીચે પડીને મોત થઈ જવાની સંભાવના પણ રહે છે, પરંતુ એ ક્યારેય ઉડવાનું છોડી દેતા નથી અને આખરે ઘણાં દિવસોના પ્રયાસ બાદ આકાશમાં ઉપર સુધી ઉડવામાં સક્ષમ બની જાય છે. પક્ષીને તો વિચારશક્તિ નથી અને માણસમાં વિચારવાની શક્તિ છે તો પછી માણસે આત્મહત્યા શાં માટે કરવી જોઈએ?

aajtak

હરિયાણામાં એક મહિલાએ ઘરેલુ વિવાદના કારણે કૂવામાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતની જાણકારી મળતા જ પોલીસ સ્ટેશનનો પ્રભારી પોતાના જીવની ચિંતા કર્યા વિના પોતાને દોરડાથી બાંધીને કૂવામાં ઉતાર્યો અને મહિલાને જીવતી બચાવી લીધી. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ મહિલા કૂવામાં કુદવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી. સ્થિતિને જોતાં પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર તરત જ દોરડાનો સહારો લઈને કૂવામાં ઉતરી ગયો અને આ દરમિયાન લોકોએ પોલીસની મદદ કરી હતી. ત્યારબાદ એક દોરડામાં કોથળાને બાંધીને લટકાવવામાં આવ્યો.

દેવેન્દ્ર સિંહે, મહિલાને કોથળામાં નાંખીને દોરડાના સહારે ખેંચાવી લીધી. ત્યારબાદ તરત જ મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રોહતકની હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી. પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર સિંહનું કહેવું છે કે પોલીસની ડ્યૂટી છે કે, લોકોની મદદ કરે. આપણી ફરજ છે કે આપણે પોતાના જીવની ચિંતા કર્યા વિના બીજાઓનો જીવ બચાવીએ. મેં એ ફરજ નિભાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp