શું રાહુલ ગાંધીએ લીટરમાં જણાવી લોટની કિંમત, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

PC: outlookindia.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોટની કિંમત લીટરમાં જણાવી. વીડિયો આ નેરેટિવ સાથે વાયરલ છે કે, રાહુલને એ પણ નથી ખબર કે લોટ લીટરમાં માપવામાં આવે છે કે પછી કિલોમાં. જોકે, વાયરલ થઈ રહેલા અધૂરા વીડિયોમાં આખુ સત્ય નથી દેખાતું. રાહુલના ભાષણનો આખો વીડિયો જોવા પર જણાશે કે રાહુલે એવુ જરૂર કહ્યું હતું પરંતુ તેની બીજી જ પળે તેમણે લીટરની જગ્યાએ કિલો કરીને પોતાની ભૂલ સુધારી. આ ભાષણ આપતી વખતે થયેલી ચૂકનો મામલો હતો.

4 સપ્ટેમ્બર, 2022ના રોજ કોંગ્રેસે વધી રહેલી મોંઘવારીના વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લો બોલી રેલી કાઢી હતી. આ રેલી દરમિયાન રાહુલના ભાષણનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. BJPના નેશનલ જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયએ વીડિયો શેર કરતા લખ્યું- કદાચ રાહુલજી લોટ લીટરમાં ખરીદે છે. BJP નેતા પ્રીતિ ગાંધી, પત્રકાર ચંદન પાંડે, દિવ્ય કુમાર સોતી સહિત ઘણા વેરિફાઈડ અકાઉન્ટ્સ પરથી વીડિયો આ જ દાવા સાથે શેર કરવામાં આવ્યો.

કોંગ્રેસની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર કોંગ્રેસની હલ્લા બોલ રેલીનું લાઈવ સ્ટ્રિમિંગ જોયું. અહીં સ્પષ્ટ સાંભળી શકાય છે કે રાહુલ ગાંધીએ લોટને કિલોને બદલે લીટર તો કહ્યું, પરંતુ તેની તરત બાદ તેમણે પોતાની ભૂલ પણ સુધારી, વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ રાહુલના ભાષણના એ હિસ્સામાંથી લેવામાં આવી છે, જેમા તેઓ ખાવાની વસ્તુઓ પર વધેલી મોંઘવારીની વાત કરી રહ્યા હતા.

લાઈવ સ્ટ્રીમિંગમાં 1:52:09 કલાક બાદ રાહુલ ગાંધી મોંઘવારી પર બોલવાનું શરૂ કરે છે અને કહે છે કે, 2014માં LPGનો સિલિન્ડર 410 રૂપિયાનો હતો, આજે 1050 રૂપિયાનો છે. પેટ્રોલ 70 રૂપિયા લીટર હતું, આજે આશરે 100 રૂપિયે લીટર છે. ડીઝલ 55 રૂપિયે લીટર આજે 90 રૂપિયે લીટર, સરસવનું તેલ 90 રૂપિયે લીટર આજે 200 રૂપિયે લીટર, દૂધ 35 રૂપિયે લીટર આજે 60 રૂપિયે લીટર, લોટ 22 રૂપિયે લીટર આજે 40 રૂપિયે લીટર... કેજી (કિલોગ્રામ).

1:52:44 મિનિટ પર રાહુલ ગાંધી લોટ 22 રૂપિયે લીટર અને આજે 40 રૂપિયે લીટર કહે છે, જોકે ત્યારબાદ બીજી જ પળે રાહુલ કેજી (કિલોગ્રામ) બોલે છે. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીનો અધૂરો વીડિયો આ ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે તેમને એ પણ નથી ખબર કે લોટ લીટરમાં માપવામાં આવે છે કે પછી કિલોમાં. આખો વીડિયો જોવા પર જણાશે કે આ બોલવામાં થયેલી ચૂકનો મામલો હતો, જેને રાહુલ ગાંધીએ બીજી જ પળે સુધારી લીધો.

આ પહેલો અવસર નહોતો જ્યારે રાહુલ ગાંધીનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે એક ખાસ નરેટિવ ફેલાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp