
ટાટા સન્સ એમેરિટસના ચેરમેન રતન ટાટાએ ગત મંગળવારના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના નાના ભાઈ જીમી ટાટાની સાથે તેમના સંબંધોને યાદ કર્યા. ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમના નાના ભાઈની સાથે 1945મા લીધેલો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ શેર કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના 7 મિલિયન ફોલોઅર્સની સાથે એક સુંદર ફોટાને શેર કરી અને સાથે જ કેપ્શન આપ્યું, 'વો ખુશી કે દિન. અમારી વચ્ચે કંઈ નથી આવ્યું. (1945મા મારા ભાઈ જીમીની સાથે).'
શું તમે જાણો છો કોણ છે જીમી ટાટા?
ટાટા સન્સ અને ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓમાં શેરધારક 82 વર્ષીય જીમી ટાટાએ તેની એક લો પ્રોફાઇલ જાળવી રાખી છે. તે કોલાબામાં 2BHK ફ્લેટમાં રહે છે અને તેમની પાસે મોબાઈલ ફોન નથી. આ અગાઉ, RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ ગયા વર્ષે 19 જાન્યુઆરી, 2022ના રોજ શેર કરેલી એક ટ્વિટર પોસ્ટમાં તેમને દુનિયાની સામે રજૂ કર્યા. હર્ષ ગોએન્કાએ પોતાના વાયરલ ટ્વીટમાં લખ્યું હતું, 'શું તમે રતન ટાટાના નાના ભાઈ જીમી ટાટા વિશે જાણો છો, જેઓ મુંબઈના કોલાબામાં એક 2BHK ફ્લેટમાં એક શાંતિપૂર્ણ જીવન જીવે છે. તેમને બિઝનેસમાં ક્યારેય પણ રસ નહીં હતો, તેઓ એક ખૂબ જ સારા સ્ક્વોશ પ્લેયર હતા અને દર વખતે મને હરાવી દેતા હતા. ટાટા ગ્રુપની જેમ લો પ્રોફાઇલ!'
જીમી ટાટાના છે ઘણા વેન્ચર્સમાં શેર
અહીં તમને જણાવી દઈએ કે, જીમી ટાટા એન્ડ ટાટા સન્સ, TCS, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટલ્સ અને ટાટા પાવરમાં શેરહોલ્ડર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જીમી ટાટા કે જેઓ અપરિણીત પણ છે, તેમની પાસે મોબાઈલ ફોન નથી અને તેઓ ભાગ્યે જ કોઈ વાર તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળે છે.
સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી, જીમીને તેમના પિતાની વસીયત નવલ ટાટાના પાલનમાં પદ વિરાસતમાં મળી, જેમનું અવસાન 1989મા થયું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સર રતનજી ટાટાની પત્ની નવાબાઈએ તેમના પિતાના મૃત્યુ પછી એક મધ્યમ વર્ગના પારસી પરિવારમાંથી એક યુવા જીમીને દત્તક લીધો હતો.
Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time.
— Harsh Goenka (@hvgoenka) January 19, 2022
Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq
રતન ટાટાએ બાળપણમાં આ રીતે પૂર્ણ કર્યો હતો અભ્યાસ
જીમી અને રતનનો બીજો એક ભાઈ નોએલ છે, જે નવલ ટાટા અને તેમની બીજી પત્ની સિમોનનો પુત્ર હતો. નોએલ સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના સાળા છે, તેઓ ટાટા ઈન્ટરનેશનલના MD અને ટ્રેન્ટના ચેરમેન છે. રતન નવલ ટાટાએ હાલમાં જ 28 ડિસેમ્બર, 2022ના રોજ તેમનો 85મો જન્મદિવસ ઉજવ્યો. તેમનો જન્મ 1937મા મુંબઈમાં થયો હતો. રતનનો ઉછેર તેમની દાદીએ કર્યો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં પૂર્ણ કર્યું અને માધ્યમિક શિક્ષણ કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં પૂર્ણ કર્યું. તેમની પાસે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી કોર્નેલ યુનિવર્સિટી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની સાથે આર્કિટેક્ચરમાં ડિગ્રી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp