26th January selfie contest

બાળકો પર વધી રહ્યા છે કૂતરાના હુમલાના કેસ, શું આદમખોર બની રહ્યા છે કૂતરા?

PC: indiatimes.com

થોડાં વર્ષો પહેલા મલેશિયામાં કૂતરાની આબાદી ઝડપથી વધી રહી હતી. તેના પર કંટ્રોલ માટે ત્યાંની સરકારે પશ્ચિમી હિસ્સાના એક સૂમસામ દ્વિપ પર રખડતા કૂતરાઓને છોડવાનું શરૂ કરી દીધુ. ત્યાં મોટી સંખ્યામાં કૂતરા તો હતા પરંતુ, તેમની પાસે ખાવાનું નહોતું. ટૂંક સમયમાં જ તેઓ એકબીજાને ખાવા માંડ્યા. કોમન એ હતું કે મજબૂત કૂતરા મળીને નબળાંનો શિકાર કરતા. આવુ કરતા સેંકડો કૂતરામાંથી થોડાં જ ડૉગ્સ બાકી રહ્યા.

કૂતરાઓમાં એકબીજાને ખાવાની પ્રવૃત્તિ બહુ રેર નથી. જર્નલ ઓફ કમ્પેરેટિવ સાયકોલોજીમાં છપાયેલા રિપોર્ટ કેનિબલિઝ્મ ઈન ડૉગ્સમાં જણાવવામાં આવ્યું કે, દર 11માંથી માત્ર 2 જ કૂતરા એવા હોય છે, જે બીજા કૂતરાને ખાવાથી બચે. તેમાંથી 5 ડૉગ્સની સામે કૂતરાનું માંસ પીરસવામાં આવે તો તે આરામથી ખાઈ લે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ મેડિસિનનું પણ એવુ જ કહેવુ છે કે, કૂતરામાં કેનિબલિઝ્મની આદત કોઈ નવી નથી.

કેમ્બ્રિજ ડિક્શનરી અનુસાર, જ્યારે માણસ જ માણસનું માંસ ખાવા માંડે તો તેને આદમખોર અથવા કેનિબલ કહેવાય છે. જોકે, જ્યારે કોઈ પ્રજાતિ પોતાની પ્રજાતિના પશુઓને ખાવા માંડે તો તે પણ કેનિબલિઝ્મ અંર્તગત જ આવે છે. દુનિયાના ઘણા હિસ્સાઓમાં હાલ સુધી કેનિબલિઝ્મ એક પ્રથા હતી. જેમકે, પાપુઆ ન્યૂ ગિની દેશમાં વર્ષ 1950 સુધી લોકો પોતાના મૃત પરિજનોનું માંસ ખાતા હતા. તેઓ તેને આત્માની શુદ્ધિની રીત માનતા. બાદમાં તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.

સામાન્ય પરિસ્થિતિમાં માણસ આદમખોર ના હોઈ શકે. પરંતુ, અપરાધી માનસિકતાવાળા ઘણા લોકો એવુ કરી ચુક્યા છે. એક રશિયન અપરાધી એન્ડ્રેઈ ચિકેતિલો પર પણ 50 કરતા વધુ હત્યા કરી લોકોને ખાવાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકારનો બીજો મામલો અમેરિકામાં પણ આવ્યો હતો. આ તો થઈ અપરાધની વાત, પરંતુ ઘણા સામાન્ય લાગનારા લોકો પણ એવુ કરી ચુક્યા છે. કેનેડિયન કલાકાર રિક ગિબસન પર પણ નરમાંસ ખાવાનો આરોપ લાગ્યો હતો. ઘણીવાર એક્સટ્રીમ પરિસ્થિતિઓમાં પણ માણસ પોતાનો જીવ બચાવવા માટે નબળા માણસોને ખાવા માંડે છે, એવી ઘટનાઓ ભૂતકાળમાં નોંધાયેલી છે.

કૂતરા જેવા સામાન્યરીતે માણસોના મિત્ર પશુ એટલા હિંસક થઈ રહ્યા છે કે બાળકોને ચીરવા-ફાડવા માંડ્યા છે. આ એકાએક નથી થયુ. ક્યાંક ને ક્યાંક આપણે જ તેના માટે જવાબદાર છીએ. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના તાજા રિસર્ચ અનુસાર, તાપમાનમાં બદલાવના કારણે ખાનપાનનું જે અસંતુલન પેદા થઈ રહ્યું છે, તે માણસો અને પશુઓની વચ્ચે 80 ટકા ટકરાવનું કારણ બનશે.

શોધ અનુસાર, ગત એક દાયકામાં બંનેની વચ્ચે સંઘર્ષના મામલા અનેકગણા વધી ગયા છે. જેમ કે, જંગલમાં રહેતા હાથી ગામો પર હુમલા કરી રહ્યા છે, અથવા તો સમુદ્રમાં રહેતી માછલીઓ જહાજોને નષ્ટ કરવા માંગે છે. નેચર ક્લાઇમેટ ચેન્જમાં છૂપાયેલી આ શોધમાં માણસોની સાથે ઘણા પ્રાણીઓના સંઘર્ષ જોવા મળ્યા. કૂતરા તેમા સામેલ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, વધતી ગરમી અને ખાવા-પીવા માટે જંગ તેમને આક્રામક બનાવી રહી છે. કૂતરા માણસોની વચ્ચે જ રહે છે તો માણસો અને ખાસ કરીને બાળકો તેમનો પહેલો શિકાર બનતા દેખાઈ રહ્યા છે.

પાળેલા કૂતરાની વાત કરીએ તો તેમના વધતા ગુસ્સાનું એક સીધુ કારણ લોકોને એક્ઝોટિક નસ્લને પાળવાની ઘેલું. જેમ કે, સાઈબેરિયન હસ્કી બ્રીડ ખૂબ જ ઠંડી જગ્યાઓ પર રહેનારું કૂતરું છે પરંતુ, હવે તે ભારત જેવા સામાન્યરીતે ગરમ દેશમાં પણ મળવા માંડ્યા છે. લોકો વિદેશોમાંથી કૂતરા મંગાવીને ઘરોમાં રાખે છે. એ જ રીતે પિટબુલ અથવા અમેરિકન બુલડૉગને લઈ લો તે પણ જંગલી બ્રીડ છે. તેમને ઘર પર રાખતા પહેલા પાક્કી ટ્રેનિંગ આપવામાં ના આવે તો તે હિંસક થઈને માણસો પર એટેક કરે છે.

ક્રોસ બ્રીડિંગ પણ એક કારણ છે. તેના ઘણા નિયમ છે, જેમકે, કઈ બે પ્રજાતિની બ્રીડિંગ ખતરનાક હોઈ શકે છે, કઈ બે પ્રજાતિના બ્રીડિંગથી બીમારી વધી શકે છે.  આપણે ત્યાં ઘણા ડૉગ સેન્ટર ચલાવનારાઓ પાસે ના તો આ નિયમોની જાણકારી હોય છે, ના તેઓ તેને સમજવા માંગે છે. ઘણી શોપ્સ તો રજિસ્ટર્ડ પણ નથી. વિદેશી બ્રીડના કૂતરાનું ખરીદ-વેચાણ મોટાભાગે અનરજિસ્ટર્જ શોપ્સમાં જ થાય છે.

કયો કૂતરો તમારા પર એટેક કરી શકે છે તે જાણવાની કોઈ ચોક્કસ રીત નથી. પરંતુ, સ્ટ્રે ડૉગ્સ જો તમને જોઈને દૂરથી ભસવાનું શરૂ કરી દે, અથવા તેમના હાવભાવમાં બેચેની હોય, તો તે  હેરાન છે અને તેની પાસેથી પસાર થઈ રહેલા વ્યક્તિ પર તે હુમલો કરી શકે છે. સ્ટ્રે ડૉગ્સનો પોતાનો એરિયા પણ હોય છે. તેઓ પોતાના એરિયામાં ઘૂસનારા પર હુમલો કરી શકે છે. ઘણીવાર કૂતરા ખૂબ જ ઝડપથી પોતાની પૂંછડી વાળતા-કરડતાં દેખાય છે, આ પણ ઈશારો છે કે તે તમને તેનાથી દૂર રહેવા કહી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp