
ઘણા વર્ષ પહેલા તમે દૂધવાળાને રાજદૂતની સવારી સાથે દૂધ વેચતા જોયા જ હશે, પરંતુ આજનો જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લોકોનો ઘણો વિકાસ થઈ ચૂક્યો છે. બાઈક પર દૂધ વેચવાનો ટ્રેન્ડ તો નથી ગયો પરંતુ તેનું અપડેટેડ વર્ઝન ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે સરળતાથી વિશ્વાસ નહીં કરી શકશો. ખરેખર, મોટાભાગના દૂધવાળાઓ સાયકલ, સ્કૂટી અથવા પછી એવરેજ બાઇક પર જ દૂધ લઈને જતાં જોવા મળે છે. એક વ્યક્તિએ તેનાથી પણ ઉપર જઈને મોંઘી અને લક્ઝરી બાઇક પર દૂધ વેચવાનો નિર્ણય લીધો.
શું તમે ક્યારેય હાર્લી ડેવિડસન દૂધવાળાને જોયો છે?
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કંઈક અજીબ જોવા મળ્યું. વીડિયોની શરૂઆતમાં, તમે એક માણસને હાર્લી ડેવિડસન પર બેસીને બહાર જતા જોઈ શકો છો. તેણે તેની ગાડીની બંને બાજુ દૂધની ટાંકી બાંધી હોવાનું જોઈ શકાય છે. જ્યાં સામાન્ય લોકો મોંઘી ગાડી હાર્લી ડેવિડસનને ખરીદવા માટે વિચારી પણ નથી શકતા, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ આવી લક્ઝરી ગાડી પર દૂધ વેચી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત રહી ગયા. થોડીક જ સેકન્ડના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આપી આવી પ્રતિક્રિયા
ઈન્સ્ટાગ્રામ પર જેવો આ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો, તે ઝડપથી વાયરલ થઈ ગયો. હાર્લી ડેવિડસન આ બાઇકની પાછળ ગુર્જર લખેલું છે. તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું લાગી રહ્યું છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર amit_bhadana_3000 નામના હેન્ડલર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી એક લાખ 91 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે લાખોની સંખ્યામાં વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, 'જ્યારે એક પિતાએ ફેમિલી બિઝનેસમાં જોડાવવા માટે હાર્લી ડેવિડસન આપવાનું વચન આપ્યું હોય, ત્યારે કંઈક આવું જ જોવા મળે છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp