26th January selfie contest

ઇટાલીમાં પાણી નીચેથી પ્રાચીન મંદિરના અવશેષ મળ્યા

PC: heritagedaily.com

ઇટાલિયન પુરાતત્વવિદોને દક્ષિણ ઇટાલીના પોજ્જુઓલી બંદર નજીક પાણીની નીચે ડૂબી ગયેલા અતિ પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા છે. આ મંદિરના અવશેષો જોઈને બધાની આંખ પહોળી થઇ ગઇ છે. આ મંદિરના અવશેષોની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અહીંથી મળેલી વસ્તુઓ અને મંદિરના અવશેષો નબાતિયન સંસ્કૃતિ સાથે જોડાયેલા મંદિરના છે.

હેરિટેજ ડેલીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, નબાતિયન દેવતા દશેરાને સમર્પિત છે. નબાતિયન સંસ્કૃતિમાં દશેરાને પહાડોનો દેવતા પણ કહેવામાં આવે છે. મંદિરના અવશેષો સાથે, સંશોધકોને બે સુંદર પ્રાચીન રોમન આરસની પ્રતિમા પણ મળી છે.

નબાતિયન રોમન સામ્રાજ્યના સાથી હતા. રોમન સમયમાં, નબાતિયન સામ્રાજ્ય યુફ્રેટીસ નદીથી Red Sea  સુધી વિસ્તરેલું હતું.  અરેબિયન દ્વીપકલ્પના રણ વિસ્તારમાં પેટ્રા તે સમયે એક નબાતિયન સામ્રાજ્યની રાજધાની હતી. નબાતિયન સામ્રાજ્ય પોજ્જુઓવી બંદર સુધી પણ વિસ્તર્યું હતું, જે રોમન ભૂમધ્ય સમુદ્રમાં સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ હતું.

18મી સદીના મધ્યમાં, પ્રાચીન પોજ્જુઓલીના ભાગમાં નબાતિયન દેવતા દશેરા સંબંધિત શોધે સ્પષ્ટ કર્યું કે ત્યાં નબાતિયનનું સામ્રાજ્ય હતું. કારણ કે પ્રાચીન સમયમાં માત્ર નબાતિયન સમુદાયના લોકો જ આ દેવતાની પૂજા કરતા હતા.

જે રીતે ભારતની પુણ્ય ભૂમિમાં પ્રકૃતિની પૂજા થાય છે.ભારતમાં ગાય માતા, વૃક્ષો, છોડ, પર્વતોની પૂજા યુગો- યુગોથી થતી આવી છે. ભારતમાં તો પહાડનો સંબંધ ભગવાન શંકરના સાસરા સાથે જોડાયેલો છે. માતા પાર્વતી એટલે કે ભગવાન શિવના પત્ની, પર્વતરાજ હિમવાનના પુત્રી છે.દ્વાપર યુગમાં તો ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની આંગળીના ટેરવે ઉઠાવી લીધો હતો અને લોકોની રક્ષા કરી હતી. જે રીતે આજે પણ લોકો ભારતમાં પર્વતની પૂજા કરે છે એ રીતે નબાયિતન પણ પર્વતોની પૂજા કરતા હશે.

આ પ્રાચીન મંદિર દરિયમાં કેવી રીતે ગરક થયું હતું એના વિશે એવું કહેવામાં આવે છે કે, તે દિવસોમાં પોજ્જુઓલી પુતિઓલી તરીકે ઓળખાતું હતું. આ સ્થળ કેમ્પાનિયાથી નિકાસ થતી ચીજવસ્તુઓનું મુખ્ય કેન્દ્ર હતું. નબાતિયનોએ આ પુતિઓલીમાં તેમનો આધાર બનાવીને, તેમના આશ્રયદાતા દેવને સમર્પિત મંદિર બનાવ્યું હતું.આ વિસ્તાર સક્રિય જ્વાળામુખી ક્ષેત્રની નજીક હતો, જેની ગતિવિધીને લીધે પુતિઓલીનો એક ભાગ ડૂબી ગયો હોવાનું માનવામાં આવે છે.

નવી શોધ બાદ મંદિર સંબંધિત વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. જે ઈટાલીના આ પ્રાચીન શહેરની માટીમાં દટાયેલા ઈતિહાસની વધુ માહિતી બહાર આવી શકે.આ શોધ પર ખુશી વ્યક્ત કરતા ઈટાલીના સાંસ્કૃતિક મંત્રીએ કહ્યું, પ્રાચીન પોજ્જુઓલીમાંથી વધુ એક ખજાનો મળ્યો છે, જે તેનું સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યાપારી મહત્વ દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp