સાઉદીના 90 વર્ષીય વૃદ્ધના 5માં લગ્ન, બોલ્યા- મારા સ્વાસ્થ્યનું રહસ્ય છે...

PC: gulfnews.com

સાઉદી આરાબની મીડિયામાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાના પાંચમા લગ્નને લઇ ચર્ચામાં છે. આ 90 વર્ષીય વૃદ્ધ પોતાના પાંચમાં લગ્નની સાથે જ સાઉદી આરાબમાં સૌથી મોટી ઉંમરના વરરાજા બની ગયા છે. આ વૃદ્ધ તેમની પાંચમી પત્નીની સાથે હાલમાં હનીમૂન પર છે. તેમનું કહેવું કે તેઓ આગળ પણ લગ્ન કરવા માગે છે.

ગલ્ફ ન્યૂઝની એક રિપોર્ટ અનુસાર, નાદિર બિન દહૈમ વાહક અલ મુર્શીદી અલ ઓતાબીએ સાઉદીના અફીફ પ્રાંતમાં પોતાના પાંચમા લગ્નની ઉજવણી કરી છે.

સોશિયલ મીડિયા પર આ વૃદ્ધનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં લોકો તેમને પાંચમાં લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે. વીડિયોમાં આ 90 વર્ષીય વરરાજા ખુશ છે. વીડિયોમાં તેમનો એક પૌત્ર કહી રહ્યો છે કે, લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા દાદાજી, તમારા માટે સુખી વૈવાહિક જીવનની પ્રાર્થના કરું છું.

સાઉદીના સૌથી વૃદ્ધ આ દુલ્હેરાજાએ દુબઈ સ્થિત અરેબિયા ટીવીની સાથે એક ઈન્ટરવ્યૂમાં લગ્નને લઇ પોતાના વિચાર રજૂ કર્યા. આ વૃદ્ધે લગ્નને સુન્નત(ઈસ્લામમાં પૈંગબર મોહમ્મદ દ્વારા કહેવામાં આવેલી પરંપરા અને પ્રાર્થના) ગણાવ્યા. તેમણે સાથે એવું પણ કહ્યું કે, અવૈવાહિક લોકોએ લગ્ન કરી લેવા જોઇએ.

મારા સારા સ્વાસ્થ્યનું કારણ...

વૃદ્ધે કહ્યું, આ લગ્ન બાદ ફરી એકવાર હું નિકાહ કરવા માગું છું. વૈવાહિક જીવન સૌથી શક્તિશાળી હોય છે. આ અલ્લાહની સામે વિશ્વાસનું કામ અને ગર્વનો વિષય છે. લગ્ન કરવાથી જીવનમાં શાંતિ આવે છે અને સંસારમાં સમૃદ્ધિ આવે છે. મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય જ લગ્ન છે. જે યુવાનો લગ્ન કરવાની ના પાડે છે, હું એ યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ ધર્મને બચાવી રાખવા અને એક સંપૂર્ણ જીવન માટે લગ્ન જરૂર કરે.

તેમણે કહ્યું, લગ્ન કરવાના ઘણાં ફાયદા છે અને તેનાથી ઘણી ખુશી મળે છે. વૃદ્ધાવસ્થામાં લગ્ન કરવાને લઇ તેમણે કહ્યું કે, હું મારા હનીમૂન પર ખુશ છું. લગ્ન શારીરિક આરામ અને સુખ છે અને એવું કોણે કહ્યું છે કે વૃદ્ધાવસ્થામાં લગ્ન ન કરી શકાય.

હું હજુ વધુ એક સંતાનની ઈચ્છા રાખું છું

અલ ઓતાબીના પાંચ બાળકો હતા જેમાંથી એક હયાત નથી. તે પોતાના પરિવાર વિશે વાત કરે છે કે, હવે તો મારા સંતાનોના પણ બાળકો થઇ ગયા છે. છતાં હજુ પણ હું વધુ એક  સંતાનની ઇચ્છા રાખું છું.

વૃદ્ધ કહે છે કે, જે લોકો લગ્ન કરવા માગતા નથી તેમણે જલદી વૈવાહિક બંધનમાં જોડાઈ જવું જોઇએ. યુવાનો જો પોતાના ધર્મને સુરક્ષિત રાખવા માગે છે તો તેમણે સુન્નતનું પાલન કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp