સીરીયલ સ્પર્મ ડોનર... 31 વર્ષની ઉંમરે ’48 બાળકોનો પિતા’ બન્યો આ વ્યક્તિ!

PC: aajtak.in

એક વ્યક્તિ સ્પર્મ ડોનેટ કરીને અત્યાર સુધી ’48 બાળકોનો પિતા’ બની ચૂક્યો છે, તેને ‘સીરીયલ સ્પર્મ ડોનર’ પણ કહેવામાં આવે છે, બ્રિટનમાં તેના સ્પર્મ ડોનેશનથી પહેલી વખત એક બાળકનો જન્મ થયો છે, તે ગત અનેક વર્ષોથી યૂરોપિયન સ્પર્મ ડોનેશન ટૂર પર ગયો હતો, ત્યાર બાદ આ બ્રિટીશ બાળકનો જન્મ સાઉથ લંડનમાં ગત મહિનામાં થયો હતો.

‘સીરીયલ સ્પર્મ ડોનર’ વ્યક્તિનું નામ કેલ ગોડી છે, 31 વર્ષનો કેલ ગોડી અકાઉન્ટેટ છે, ગોડી લોસ એન્જિલ્સ (અમેરિકા)માં રહે છે. સ્પર્મ ડોનેટ ક્યાર સુધી કરશે? આ પ્રશ્ન પર તે બોલ્યો કે, ‘જ્યાર સુધી મહિલાઓને આની જરૂર રહેશે, તે આવું કરતો રહેશે.’

ઓક્ટોમ્બર 2021મા જ્યારે તે યૂરોપિયન ટૂર પર ગયો હતો, ત્યારે તેને એક લેસ્બિયન કપલને પોતાનું સ્પર્મ ડોનેટ કર્યું હતું, ત્યાર બાદ 27 જૂને 2 કિલો 700 ગ્રામ વજન ધરાવતા બાળકનો જન્મ થયો.

વ્યાવસાયિક રીતે અકાઉન્ટટ કેલે જણાવ્યું કે, ‘આ વિચારીને સારૂ લાગે છે કે, તેનો બ્રિટનમાં જ એક બાળક છે. બ્રિટીશ ભાષામાં જ્યારે તે એક દિવસ વાત કરશે તો તેને સાંભળવું ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ રહેશે.’

તેને જણાવ્યું કે, આ બ્રિટીશ બાળકની માતા સાથે તેની વાતચીત ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી થઇ હતી, ત્યાર બાદ આ મહિલાએ તેને બ્રિટન આવવા માટે કહ્યું હતું. લેસ્બિયન કપલમાં એક મહિલાનું પહેલાના રિલેશનશિપથી એક બાળક છે, અન્ય એક બાળક માટે કપલે કેલ સાથે સંપર્ક કર્યો હતો. કેલે જણાવ્યું કે, તે તેમના ઘરે ગયો, વાતચીત થઇ અને એક નાના કપમાં સ્પર્મ આપી દીધું, થોડો સમય વિતાવ્યા પછી, જ્યારે લેસ્બિયન કપલનાં ત્યાં નાના બાળકનો અવાજ ગુંજ્યો તો તેમને કેલને ફોટો મોકલાવ્યો હતો. કેલે કહ્યું કે, બાળકની માતા ખૂબ જ ખુશ હતી.   

2014મા પહેલી વખત કર્યું સ્પર્મ ડોનેટ

કેલ જે મહિલાઓને પોતાનું સ્પર્મ ડોનેટ કરી ચૂક્યો છે, તેમને તે ફરીથી સ્પર્મ આપવા માટે તૈયાર રહે છે, તેને એવી મહિલાઓનું વ્હાટસએપ ગ્રુપ બનાવી રાખ્યો છે, આ વ્હાટસએપ ગ્રુપમાં 40થી વધુ મહિલાઓ છે. કેલે વર્ષ 2014મા સૌથી પહેલી વાર કેલીફોર્નીયા (અમેરિકા)માં રહેતા એક લેસ્બિયન કપલને પોતાનું સ્પર્મ ડોનેટ કર્યું હતું, તેને કહ્યું કે, ડેટિંગ અને રિલેશનશિપ તેના માટે યોગ્ય નથી, આ કારણે તેને સ્પર્મ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp