યૂટ્યૂબ વીડિયોથી ધૂમ મચાવી રહેલી શ્રુતિએ કહ્યું, IAS પતિ કરતા વધુ છે મારી આવક
યુટ્યુબ ક્રિએટર શ્રુતિ શિવા હાલના દિવસોમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેની આવક. ખરેખર, હાલમા જ શ્રુતિએ કહ્યું હતું કે, તેની આવક તેના પતિ કરતા વધુ છે. અહીં તમને જણાવી દઈએ કે, શ્રુતિ શિવાના પતિ IAS છે. જો કે, શ્રુતિને અચાનક તેની અને તેના પતિની આવકની તુલના કેમ કરવી પડી, તેની કહાની પણ ઘણી રસપ્રદ છે. શ્રુતિએ તેના યુટ્યુબ વીડિયો પર આવી રહેલી કોમેન્ટ્સને કારણે હાલમાં જ ઘણી રસપ્રદ વાતો શેર કરી છે. આ દરમિયાન તેણે પોતાની આવક અંગે પણ ટિપ્પણી કરી. અહીં તમને જણાવી દઈએ કે, શ્રુતિ શિવા ઉત્તરાખંડના કોટદ્વારની રહેવાસી છે. તેનો શરૂઆતનો અભ્યાસ દેહરાદૂનથી થયો હતો. તેણે લગભગ બે વર્ષ પહેલા જ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી. હવે તેની યુટ્યુબ ચેનલ પર બે લાખ 10 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
શ્રુતિએ પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ કર્યું છે. તેણે આ ડિગ્રી અમેરિકાની યુનિવર્સિટી ઑફ સાઉથ ફ્લોરિડામાંથી મેળવી છે. શ્રુતિના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. તેની માતાએ તેનો ઉછેર કર્યો. વર્ષ 2020મા, શ્રુતિના લગ્ન IAS અભિષેક સાથે થયા. હાલમાં શ્રુતિ તેના પતિની સાથે મેરઠમાં રહે છે. શ્રુતિને યુટ્યુબ વીડિયો બનાવવાની પ્રેરણા તેની બહેન પાસેથી મળી. શ્રુતિનું કહેવું છે કે, 'સામાન્ય રીતે યુટ્યુબર અન્ય લોકોથી પ્રેરિત થઈને બને છે. મારી કહાની અલગ છે. હું ત્યારે અમેરિકામાં હતી. માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં જ મેં દીદીની સાથે ત્રણ મહિના રહેવાનો નિર્ણય લીધો. આ વાત લગભગ 2018 19ની છે. ત્યારે મને પહેલીવાર યુટ્યુબ અને બ્લોગિંગ વિશે ખબર પડી. મને અને મારી દીદીને આ ખૂબ જ સરળ લાગ્યું કે બસ માત્ર મેકઅપ કરીને કેમેરાની સામે બોલો અને તેના પૈસા પણ મળશે.
શ્રુતિ કહે છે કે, તેણે અમેરિકાથી જ બ્લોગિંગ શરૂ કરી દીધું હતું. આ માટે તેની દીદીએ તેને તરત જ તમામ સાધનો પૂરા પાડ્યા હતા. શ્રુતિએ એડિટિંગ પણ તે દરમિયાન પોતે શીખ્યું. ભારત આવ્યા બાદ લગ્નના કારણે થોડા સમય સુધી વીડિયો બનાવવાનું બંધ થઈ ગયું. પરંતુ, થોડા સમય પછી ફરીથી તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. એક વીડિયોમાં શ્રુતિએ સરકારી ઘર બતાવ્યું, જે વાયરલ થઈ ગયું. એ જ રીતે, કેટલાક અન્ય વીડિયો પણ વાયરલ થયા, જેથી શ્રુતિની યુટ્યુબ ચેનલ શરૂ થઈ ગઈ અને કમાણી શરૂ થઈ ગઈ. શ્રુતિ કહે છે કે, 'મેં તેને ફૂલ ટાઈમ કરવા લાગી. હવે મારી આ જ કારકિર્દી છે. શ્રુતિએ જણાવ્યું કે, વીડિયો બનાવવાનું તમામ કામ તે પોતે જ કરે છે. તે લખવાનું કામ, વિડિયોગ્રાફી, એડિટિંગ અને અપલોડિંગનું કામ પોતે જ કરે છે. ક્યારેક ક્યારેક તેમના માટે એક લેખક પણ લખે છે.
શ્રુતિ કહે છે કે, તેના પતિ અભિષેકનું કરિયર લોકોને રસપ્રદ લાગે છે. તે કહે છે કે, 'જો હું એક નવા ડ્રેસમાં ફોટો પણ મૂકું તો કોમેન્ટ્સ આવી જાય છે કે પતિના પૈસાના કપડા લીધા, જ્યારે દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરના પૈસાનું રોકાણ અને ઉપયોગ કરી રહ્યા છે, પણ મને આવી કોમેન્ટ્સ આવી જાય છે. આવકનું પણ પૂછવામાં આવે છે. આ કારણોસર જ જણાવવું પડ્યું કે, YouTubeથી મારી કમાણી અભિષેક કરતા વધુ થઈ જાય છે. શ્રુતિએ કહ્યું, 50 હજારથી વધુ તમારા સબ્સ્ક્રાઇબર્સ થઈ જાય છે, તો કમાણી શરૂ થઈ જાય છે. અહીં, તમને જણાવી દઈએ કે શ્રુતિ અને અભિષેકે વર્ષ 2020મા લગ્ન કર્યા. બંનેના લવ મેરેજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp