ACમાંથી અચાનક સાપ નીકળ્યો અને જીવતા ઉંદરને પકડી લઇ ગયો, જુઓ Video

PC: jansatta.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ACમાંથી સાપ નિકળી ઉંદરને પકડી લઇ જાય છે. સાપને જોઇ બધાની હાલત ખરાબ થઇ જાય છે. એક વ્યક્તિ તેના રૂમમાં AC ચાલુ કરી સૂઈ રહ્યો હતો. આ દરમિયાન એક સાપ તેમાંથી નીકળે છે અને ઉંદર પર હુમલો કરી દે છે. સાપ ઉંદરને પકડી ફરી એસીમાં ઘૂસી જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. સાપ સ્પ્લિટ એસીમાં ઉંદરને લઇ જતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

આવા ઘણાં કેસો સામે આવ્યા છે. જેમાં ACમાં સાપ દેખાયો હોય. પણ એસીમાંથી સાપ નીકળીને ઉંદર પકડીને લઇ જાય છે આવો વીડિયો કદાચ જ પહેલા સામે આવ્યો હોય. આ વીડિયો જોઇને લોકો ચિંતિત થઇ રહ્યા છે. તો અમુક લોકો મજા લેતા આ વીડિયોને એસી કંપનીની નવી સ્કીમ જણાવી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે, જો તમે ગરમી અને ઉંદરથી પરેશાન છો તો આ એસીને લઇ તમે ખુશ થઇ શકો છો. વધુ એક યૂઝરે લખ્યું કે, મારા ઘરમાં પણ એસી લાગ્યુ છે. શું તેમાં પણ સાપ ઘૂસી શકે છે. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું, આ જ એસી કંપનીએ નવી સ્કીમ શરૂ કરી છે. જેમાં તમે ઘરને ઠંડુ રાખવાની સાથે ઉંદરોની સંખ્યા ઓછી કરી શકો છો.

તો અન્ય એક યૂઝરે આ વાયરલ વીડિયો પર ટિપ્પણી કરી કે, ઘરમાં સાપ અને ઉંદર. તે પણ એસીમાં. આ ખૂબ જ ડરામણુ છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આ વીડિયો નકલી છે. આવું બની જ ન શકે. સોશિયલ મીડિયા પર તમામ યૂઝર્સે આ વીડિયોને શેર કરી લખ્યું કે, ઘરમાં સાફ સફાઇ રાખો. એસીની સર્વિસ કરાવતા રહો નહીતર આવા જાનવર તમારા ઘરમાં ડેરો નાખી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો ઘણાં વાયરલ થઇ રહ્યા છે. ઘણાં યૂઝર્સ માટે આ પ્રકારના વીડિયો સેન્સિટીવ હોય છે. તેઓ આ પ્રકારના વીડિયો જોઇ શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp