પિતા સાથે નહોતો મળતો ચહેરો, માતાએ ડૉક્ટર પર દબાણ નાખ્યું તો ખબર પડી હકીકત

PC: nypost.com

એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. જન્મ પછીથી જ તે ઘણો અલગ લાગી રહ્યો હતો. તેનો ચહેરો ન તો માતા સાથે મળતો હતો ન તો પિતા સાથે. એટલે સુધી કે બાળકની આંખનો કલર પણ બંનેથી અલગ હતો. તેને લઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો પણ કરવા લાગ્યા હતા. જોકે હવે મહિલાએ કહ્યું છે કે તનો બાળક એક દુર્લભ બીમારીનો શિકાર છે.

ધ સનના કહેવા પ્રમાણે, મહિલાનું નામ હન્નાહ ડોયલે છે. તે બ્રિટનના યોર્કશાયરની રહેનારી છે. તેણે ત્રણ મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું નામ ઝેન્ડર રાખવામાં આવ્યું. ઝેન્ડરનો જન્મ એક એવી સ્થિતિ સાથે થયો જે ઘણી જ દુર્લભ છે. ડોયલે કહ્યું- મારો છોકરો તેના પિતા જેવો નથી દેખાતો. તેની આંખનો કલર પણ અલગ છે. આંખો નીચે તરફ વળેલી હતી અને માથાની પાછળ ગાંઠ હતી.

ડૉક્ટરો અને નર્સોને કહ્યું તો તેમણે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી અને ઝેન્ડર એકદમ સારો છે. પરંતુ તેમ છતાં ડોયલે ડૉક્ટરો પર દબાવ બનાવ્યો અને બાળકના વધારાના ટેસ્ટ કરાવડાવ્યા. ટેસ્ટ પછી બાળકના શરીરમાં દુર્લભ ગુણસૂત્રની ખબર પડી.

ટેસ્ટમાં બાળકોમાં Chromosome Deletion Syndrome  નામની દુર્લભ બીમારી અંગે જાણ થઈ. આ સિન્ડ્રોમ બાળકની વૃદ્ધિ અને પ્રગતિને પ્રભાવિત કરે છે. કહેવામાં આવ્યું છે કે ઝેન્ડર એકમાત્ર બાળક છે, જેમાં આ મળી આવ્યું છે. ડોયલે એ પણ કહ્યું છે કે ઝેન્ડરને જન્મથી જ દિલની બીમારી હતી. તેના દિલમાં છેદ છે. તેને સારું કરવા માટે તેની સર્જરી કરવાની બાકી છે. ઝેન્ડર પોતાના તરફથી ઘણું સારું કરી રહ્યો છે અને તેને હાલમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડી નથી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp