14 વર્ષ પછી દીકરો પરત ફર્યો...બની ગયો લક્ઝરી કાર અને ટ્રકોનો માલિક

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના હરદોઈના ફિરોઝાપુર ગામમાં 14 વર્ષ પછી ખુશી આવી છે. ખેડૂત સૂરજનો દીકરો 14 વર્ષ પછી પોતાના ગામ પરત ફર્યો અને તે પણ હોળી ઉજવવા માટે. કહેવામાં આવી રહ્યું છે કે સૂરજનો દીકરો રિંકૂ 14 વર્ષ પહેલા કોઈને પણ કહ્યા વિના ઘર છોડી જતો રહ્યો હતો. પરિવારે રિંકૂને શોધ્યો પણ તે મળ્યો નહીં. થાકીને પરિવારે તેને નસીબ સમજી જિંદગીમાં આગળ વધવાનું નક્કી કર્યું.

શનિવારે રિંકૂ અચાનક જ બદલેલા નામ અને પરિવેશમાં ગામ પહોંચ્યો. તેની માતાએ દીકરાને ઓળખી લીધો. તે દીકરાને ગળે વળગી રડતી રહી. રિંકૂ 14 વર્ષથી પંજાબમાં છે અને તેણે ત્યાં ટ્રક ખરીદી લીધી છે.

રિંકૂએ કહ્યું કે તેની એક ટ્રક ધનબાદમાં અકસ્માતમાં સપડાઇ. તે પોતાની લગ્ઝરી કારથી ધનબાદ જઇ રહ્યો હતો. રસ્તામાં હરદોઇ આવ્યું તો તેને બધું યાદ આવ્યું. તેને માત્ર ગામમાં સૂરત યાદવનું નામ જ યાદ હતું. ગામ પહોંચી તે સૂરત પાસે ગયો અને સૂરત તેને લઇ ઘરે ગયો.

રિંકૂથી બની ગયો ગુરૂપ્રીત, સરદારો જેવી રહેણીકરણી

રિંકૂનું નામ હવે ગુરુપ્રીત છે. તેની રહેણી કરણી સરદારો જેવી છે. તે પાઘડી પણ પહેરે છે. તેણે જણાવ્યું કે ગોરખપુરના એક પરિવાર જે લુધિયાનામાં રહે છે તેની દીકરી જોડે રિંકૂના લગ્ન પણ થઇ ગયા છે.

ફિલ્મી સ્ટોરી

રિંકૂ અનુસાર, અભ્યાસને લઇ સાંભળવાને કારણે તે નવા કપડાની નીચે જૂના કપડા પહેરી ઘરેથી નિકળી પડ્યો. તે ટ્રેનમાં બેઠો અને લુધિયાના પહોંચી ગયો. જ્યાં તે એક સરદારને મળ્યો. તેમણે રિંકૂને પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ આપ્યું. રિંકૂએ ટ્રક ચલાવવાની શીખી. ધીમે ધીમે તેણે ટ્રક ખરીદી. અને હવે તેની પાસે લગ્ઝરી કારો પણ છે.

હવે પહેલાની છોડી ન જતો

12 વર્ષની ઉંમરે ભાગેલો રિંકૂ 26 વર્ષે ઘરે પહોંચ્યો. રિંકૂના પરિજનોનું કહેવું છે કે જે કામ કરવું હોય એ કર પણ પહેલા જે રીતે છોડીને જતો રહ્યો એ રીતે ન જતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp