શું યુદ્ધ કલાનું પ્રદર્શન કરતા જવાનોનો આ વીડિયો ઈન્ડિયન આર્મીનો છે, જાણો હકીકત

PC: thequint.com

સોશિયલ મીડિયા પર આર્મી ડ્રેસમાં હેંડ-ટુ-હેંડ કોમ્બેટ કરી પોતાની ફાઈટિંગ સ્કિલ બતાવતા જવાનોનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા લોકોના ચહેરા પર પેઈન્ટ કરવામાં આવ્યું છે, જે એકબીજા સાથે લડતા દેખાઈ રહ્યા છે. વીડિયો શેર કરી દાવો કરવામાં આવ્યો કે વીડિયોમાં ઈન્ડિયન આર્મીના જવાન છે. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ વીડિયો ઈન્ડિયન આર્મીનો નથી, પરંતુ સાઉથ કોરિયન આર્મ્ડ ફોર્સનો છે. વીડિયો 2017માં દેશના 69માં આર્મ્ડ ફોર્સીસ સેલિબ્રેશનનો છે, જ્યાં સૈનિકોએ પોતાની ફાઈટિંગ સ્કિલનું પ્રદર્શન કર્યું હતું.

વીડિયો શેર કરી દાવો કરવામાં આવ્યો છે કે, તેમા ઈન્ડિયન આર્મીના જવાનો દેખાઈ રહ્યા છે. વીડિયો વેરિફિકેશન ટૂલ InVIDનો ઉપયોગ કરી, વીડિયોને ઘણી કીફ્રેમમાં વહેંચવામાં આવ્યો અને તેમાથી કેટલાક પર રિવર્સ ઈમેજ સર્ચ કરવામાં આવી. રશિયન સર્ચ એન્જિન Yandex પર રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર જોવા મળ્યું કે, વીડિયોનો એક સ્ક્રીનશૉટ મળ્યો, જેમા ટેક્સ્ટ અને એક લોગો પણ દેખાઈ રહ્યો છે.

ગૂગલ લેન્સનો ઉપયોગ કરી ફોટોમાં ડાબી તરફ ઉપર દેખાઈ રહેલા લોકોને સ્કેન કર્યા. તેમા કોરિયન ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનું હિંદી અનુવાદ, આર્મ્ડ ફોર્સીસ ડેની 69મી વર્ષગાંઠ છે. અહીંથી ક્લૂ લઈને, આ ઈવેન્ટ સાથે સંકળાયેલા અન્ય વીડિયોઝ પણ સર્ચ કરવામાં આવ્યા. 28 સપ્ટેમ્બર, 2017ના રોજ આ ઈવેન્ટ સાથે સંકળાયેલો આખો વીડિયો મળ્યો. આ વીડિયો સાઉથ કોરિયન ન્યૂઝ પોર્ટલ Arirang Newsના વેરિફાઈડ યૂટ્યૂબ હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

આ વીડિયોની 1 કલાક 38 મિનિટ પર વાયરલ વીડિયો જેવા વિઝ્યુઅલ જોવા મળી શકે છે. જાણવા મળ્યું કે, વાયરલ વીડિયોમાં ઓરિજિનલ વીડિયોની જેમજ સતત વિઝ્યુઅલ બતાવવામાં નથી આવી રહ્યા, પરંતુ સેલિબ્રેશન દરમિયાન ફાઈટિંગવાળા પ્રદર્શનના અલગ-અલગ હિસ્સાઓને એકસાથે જોડવામાં આવ્યા છે.

Al Jazeera અનુસાર, સાઉથ કોરિયા દર વર્ષે 1 ઓક્ટોબરે આર્મ્ડ ફોર્સીસ ડે મનાવે છે. કારણ કે, તે દિવસે 1950ના વર્ષમાં થયેલા કોરિયન યુદ્ધ દરમિયાન નોર્થ કોરિયન હુમલા વિરુદ્ધ બોર્ડરમાં સેનાએ સફળતા મેળવી હતી. જોકે, 2017માં આ સેલિબ્રેશન ડે વહેલો ઉજવવામાં આવ્યો હતો, કારણ કે તે વર્ષે લૂનર હાર્વેસ્ટ ફેસ્ટિવલ પણ 1 ઓક્ટોબરે જ આવ્યું હતું.

મતલબ સ્પષ્ટ છે કે, વીડિયોમાં દેખાઈ રહેલા જવાનો ઈન્ડિયન આર્મીના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp