સુંદર દેખાવા માટે ખર્ચ કર્યા 40 લાખ, હવે વ્યક્તિ માનવા માટે તૈયાર નથી લોકો

દરેક વ્યક્તિ પોતાને સુંદર અને પરફેક્ટ બતાવવા ઈચ્છે છે. આંતરિક સુંદરતાને બદલે હાલમાં મહિલાઓ સુંદર દેખાવા માટે કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીની મદદ લેવામાં પણ પાછળ નથી રહેતી. આજે અમે તમને એક એવી જ અમેરિકન મહિલા વિશે જણાવીશું, જેણે લાખો રૂપિયા ખર્ચ કરીને પોતાની સુંદરતામાં વધારો કર્યો છે. અજીબ વાત તો એ છે કે, તે આજે પણ પ્રેમની શોધમાં છે.

મહિલાએ સુંદર દેખાવા માટે પોતાની ઉપર અંદાજે 40 લાખ રૂપિયા ખર્ચ કરી નાંખ્યા. હવે હાલ એ છે કે, બોયફ્રેન્ડ અને રિલેશનશિપ તો દૂર છોકરાઓ તેને માનવી પણ નથી સમજતા. અમેરિકાના વીંસ્કસિનમાં રહેતી Mz.Dani નામની સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સરે પોતાનું ડ્રીમ લૂક મેળવવા માટે ઘણી બધી મહેનત કરી અને આટલું બધું કર્યા પછી પણ તેને પોતાના સપનાનો રાજકુમાર નથી મળ્યો.

મિરરના રિપોર્ટ અનુસાર, 35 વર્ષની મિઝ ડૈનીએ પોતાને બાર્બી ડોલની જેમ પરફેક્ટ દેખાવા માટે £42,000 એટલે કે, 40 લાખ રૂપિયાથી વધુની રકમ ખર્ચ કરી નાખી છે, ત્યાર બાદ પરિણામ એ આવ્યું કે, તેનું લુક લોકોને પસંદ તો આવ્યું, પણ એક રમકડાના રૂપમાં. પુરૂષો તેના લુક અને ફિગરની પ્રશંસા કોઈ ડોલની જેમ કરે છે, પણ જીવતી મહિલા માનીને કોઈ તેને ડેટ કરવા નથી ઈચ્છતું. સ્થિતિ એવી છે કે, ઓનલાઈન 6,53,000 ફોલોઅર્સ ધરાવતી મહિલાને જીવનમાં એક સારો બોયફ્રેન્ડ પણ નથી મળી રહ્યો. 

View this post on Instagram

A post shared by Mz.Dani ⭐️ (@mzdanient)

કોઈ દિલથી પ્રેમ કરનાર નથી મળ્યો...

મહિલાનું કહેવું છે કે, લોકો તેને પસંદ કરે છે અને તેની પ્રશંસા કરે છે, તો પણ તેની પર્સનાલીટીથી પ્રેમ કરીને તેને ડેટ કરનાર કોઈ વ્યક્તિ નથી મળી રહ્યો. ઓનલાઈન તેના પ્રશંસકોમાં કોઈ અછત નથી, પણ ઓફલાઈન કોઈ સાચો પ્રેમ નથી. અનેક લોકો તેની તુલના બાર્બી ડોલ સાથે કરે છે. સુંદર ભૂરા વાળ અને પરફેક્ટ ફિગરના કારણે જ લોકો તેને ડોલ જેવી સમજે છે. પોતે ડૈનીનું કહેવું છે કે, ડોલ્સ રમવા માટે હોય છે, પણ મહિલાઓ અલગ-અલગ રીતના શેપ અને સાઈઝની હોઈ શકે છે અને તે દરેક રીતે સુંદર હોય છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.