એરપોર્ટના લગેજ બેલ્ટ પર પહોંચ્યો વિચિત્ર પેકિંગવાળો સામાન, જોતા જ રહી ગયા લોકો

PC: cybertechnews.in

આ વાયરલ વીડીયો લંડનના કોઈ એરપોર્ટનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યાં લગેજ બેલ્ટની આજુબાજુ લોકો ઉભા રહીને પોતાનો સામાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેની વચ્ચે લગેજ બેલ્ટ પર વિચિત્ર રીતે પેક કરવામાં આવેલો એક સામાન દેખાઈ આવ્યો, આ સામાનનાં વિચિત્ર પેકિંગને કારણે આ સામાને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

એરપોર્ટના લગેજ બેલ્ટ પર (airport luggage belts) મોટાભાગે  બ્રીફકેસ અથવા બેગ્સ (Briefcases or bags) દેખાઈ આવે છે. આ એરપોર્ટની (airport) એ જગ્યા હોય છે જ્યાંથી પસાર થઈને દરેક મુસાફર પોતાની મંઝિલ (destination) સુધી પહોંચી શકે છે. ફ્લાઈટમાંથી  ( flight) ઉતર્યા બાદ લગેજ બેલ્ટની પાસે જ તમામ લગેજ મળે છે. જ્યાં પેસેન્જર્સ (passengers) પોત-પોતાનો લગેજ ક્લેમ (claim) કરી શકે છે. હવે જરા વિચારો આ બેલ્ટની પાસે તમે તમારો સામાન આવવાની રાહ જોઈ રહ્યા છો અને અચાનક કોઈ એવી વસ્તુ તમને આ બેલ્ટ પર દેખાઈ આવે છે જે કોઈ બેગ કે બ્રીફકેસ જેવી નહીં હોય પરંતુ એવું લાગે કે આમાં મનુષ્યને જ પેક કરવામાં આવ્યો છે તો શું થશે ? કદાચ એવું જ થશે જે આ વાયરલ વીડિયોમાં લગેજ બેલ્ટ પાસે ઉપસ્થિત મુસાફરોની સાથે થયું.

લગેજ બેલ્ટ પર જોવા મળ્યો વિચિત્ર સામાન

આ વાયરલ વીડીયો (viral video) લંડનના કોઈ એરપોર્ટનો (airport in London) છે, જ્યાં લગેજ બેલ્ટની (luggage belt waiting) આજુબાજુ લોકો ઉભા રહીને પોતાનો સામાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેની વચ્ચે લગેજ બેલ્ટ પર એક વિચિત્ર રીતે પેક કરવામાં આવેલો સામાન દેખાઈ આવ્યો. આ સામાન એવો હતો, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. સામાનને જોઇને તમને પણ એવું જ લાગશે કે જાણે કોઈ વ્યક્તિને ફોલ્ડ કરીને પેક કરવામાં આવ્યો છે. પેક કરવા માટે તેના પર ઘણા બધા ન્યૂઝ પેપરને લપેટવામાં આવ્યા છે અને પછી ટેપથી તેને ટાઇટ કરીને ચિપકાવી દેવામાં આવ્યા છે. આ રીતે પેક કરવામાં આવેલા સામાનને લગેજ બેલ્ટ પર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

લગેજમાં શું હતું ?

લગેજ બેલ્ટ પર ફરી રહેલા આ વિચિત્ર સામાનના વિડીયોને પોસ્ટ કરવામાં આવ્યો છે 'ViralHog'નામના ટ્વિટર હેન્ડલ દ્વારા. આ ટ્વિટર હેન્ડલના જણાવ્યા મુજબ લગેજ બેલ્ટ પર જોવામાં આવી રહેલો આ સામાન ખરેખર એક મેનેક્વિન લેમ્પ છે. એટલે કે એક એવો લેમ્પ જેમાં એક હ્યુમન પોશ્ચર પર લેમ્પ ફિટ થશે. આજ કારણથી આનું પેકિંગ વિચિત્ર દેખાઈ રહ્યું છે અને તમામ લોકો આંખો ફાડી-ફાડીને આ લગેજને જોઈ રહ્યા છે. દરેકના એક્સપ્રેશન પરથી એ ક્લીયર દેખાઈ રહ્યું છે કે તેઓ આ વિચિત્ર પેકિંગ વાળા સામાનને જોઈને આશ્ચર્યચકિત તો છે જ અને સાથે જ સમજવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે કે આખરે આ છે શું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp