ડાન્સ કરતા કરતા અચાનક ધસી પડી જમીન, 25 વિદ્યાર્થીઓ સમાઈ ગયા, જુઓ વીડિયો

PC: zeenews.com

ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે, જેને જોઈને વિશ્વાસ કરવો સરળ નથી હોતો. તમે આ કહેવત જરૂર સાંભળી હશે કે પૈરો તલે જમીન ખિસક જાના. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. જોકે આ વીડિયો ઘણો જ ખતરનાક અને દિલને દહેલાવી દે તેવો છે. કોલેજની એક પાર્ટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે, પરંતુ ત્યારે જ કંઈ એવી ઘટના ઘટે છે કે તેની પર કોઈને વિશ્વાસ થઈ નથી રહ્યો.

 
 
 
View this post on Instagram

A post shared by POP O’CLOCK (@pop_o_clock)

એક સાથે 25 વિદ્યાર્થીઓ જમીનમાં સમાઈ ગયા, જે જગ્યાએ તેઓ ડાન્સ કરી રહ્યા હતા. આ એક ઘણી જ ભયાનક ઘટના છે, જેને જોઈને લોકો હેરાન રહી ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થનારા આ વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે ગ્રેજ્યુએશન પાર્ટી દરમિયાન ઘણા કોલેજ સ્ટુડન્ટ તેમાં સામેલ થયા છે અને ખુશીથી ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા પરંતુ તે સમયે એવી ઘટના ઘટી જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા. પોસ્ટમાં મળેલી જાણકારી પ્રમાણે, આ ઘટના પેરુના સેન માર્ટિનની છે.

અહીં પર બે ડઝનથી વધારે સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએશન પતવાની ખુશીમાં ઉછળી-કૂદીને ડાન્સ કરી રહ્યા છે, પરંતુ કોઈને ખબર ન હતી કે આગામી પળે શું થવાનું છે. ગ્રેજ્યુએશન પાર્ટી દરમિયાન જમીન ધસવાના કારણે 25 જેટલા વિદ્યાર્થીઓ ડાન્સ કરતી વખતે એક સિંકહોલમાં પડી ગયા હતા. ચોંકવાનારા લાઈવ ફુટેજને જોયા પછી લોકો બે ઘડી માટે શોક થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર પોપ-ઓ-ક્લોક નામના એક યુઝરે આ વીડિયોને શેર કર્યો છે અને લોકોને આગાહ કર્યા છે કે આવી જગ્યાઓ પર સંભાળીને રહે.

આ ઘટનામાં કેટલાં લોકો ઘાયલ થયા છે અને આગળ શું થયું તેની કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ જે લોકોએ આ વીડિયો જોયો છે, તેમના હોંશ ઉડી ગયા છે. અત્યાર સુધી આ વીડિયોને 28 હજારથી વધારે લોકોએ લાઈક કર્યો છે, જ્યારે લાખોની સંખ્યામાં લોકો તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું છે- મને પૂરી આશા છે કે કોઈને ઈજા થઈ નહીં હોય. આ બધા યુવાનો માટે ભયાનક અનુભવ.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp