16મા વર્ષે ડૉક્ટર, 22મા વર્ષે IAS, નોકરી છોડી કર્યો ધંધો આજે 15000 કરોડની કંપની

PC: dnaindia.com

ડૉ. રોમન સેની વિશે આજે કોણ નથી જાણતું? રાજસ્થાનના કોટપુતલીનો એક યુવા અને મહત્ત્વાકાંક્ષી છોકરો, જેણે પહેલા પ્રયાસમાં, તે પણ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ UPSCની સિવિલ સર્વિસ પરીક્ષામાં 18મો રેન્ક હાંસલ કર્યો હતો અને IAS ઓફિસર બની ગયો હતો. રોમન વ્યવસાયે ડૉક્ટર, સિવિલ સેવક, બિઝનેસમેન અને એક એન્જિનિયર પિતાનો સૌથી નાનો દીકરો છે. તેની મમ્મી ગૃહિણી છે. રોમન જ્યારે 16 વર્ષનો હતો, ત્યારે તેની 2008માં AIIMS માં MBBS માટે પસંદગી થઈ ગઈ હતી. તે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. ત્યાં સુધી કે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન પણ તે પોતાનું લેપટોપ લઇને આવતો હતો.

જોકે, હવે તમને એવુ લાગી રહ્યું હશે કે તેમણે UPSC તરફ પ્રયાણ કેમ કર્યું. સિવિલ સેવા માટે તેમની તૈયારીની પાછળ ભારતીય ગામડાંઓની સ્થિતિ હતી. તેમને અનુભવાયુ કે રાષ્ટ્રીય રાજધાની પાસેના ગામોમાં પણ લોકોને સરકારી સંસ્થાઓ અને તેમના અધિકારો વિશે ખૂબ જ ઓછી જાણકારી છે. તેના દ્વારા તેમને સમાજના ગરીબ અને વંચિત વર્ગ માટે કામ કરવાની પ્રેરણા મળી અને તેને જોતા તેમણે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો.

તેમણે પોતાની તૈયારી ત્યારે શરૂ કરી જ્યારે તેઓ ગ્રેજ્યુએશનના 5માં સેમેસ્ટરમાં હતા. તેઓ પરીક્ષાની તૈયારી માટે નિયમિતરીતે 6-7 કલાક અભ્યાસ કરતા હતા. તેમણે UPSC પ્રીલિમ્સ પરીક્ષા 2013 માટે પોતાના પ્રયાસમાં 400માંથી 309 અંક પ્રાપ્ત કર્યા હતા. રોમન સેનીએ સ્કૂલનું શિક્ષણ જયપુરમાંથી લીધુ જ્યાં તેમણે 10માં ધોરણમાં 85% અને 12માં ધોરણમાં 91.4% માર્ક્સ મેળવ્યા. ત્યારબાદ તેમણે AIIMSમાં એડમિશન લીધુ જ્યાંથી તેમણે 62% સાથે MBBS માં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. જણાવી દઇએ કે, UPSC પરીક્ષામાં સફળતા સુનિશ્ચિત કરવા માટે તેમણે મેડિકલ સાયન્સને પોતાનો ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કર્યો અને ક્લાસ નોટ્સ અને ઇન્ટરનેટ પર વિશ્વાસ કર્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે, સેલ્ફ ઇવેલ્યૂએશનના માધ્યમથી પોતાની તૈયારીને એક્ઝિક્યૂટ કરવા અને માપવા માટે હંમેશાં એક ફિઝીકલ પ્લાન બનાવો. પરીક્ષામાં સફળતા માટે કોઇ કોચિંગની જરૂર નથી પરંતુ, ઉમેદવારોની વિચારસરણી તર્કસંગત, તાર્કિક અને નૈતિકરૂપથી યોગ્ય હોવી જોઈએ. રોમનને ઓનલાઇન શિક્ષણમાં ખૂબ વિશ્વાસ હતો, તેમણે કહ્યું કે, કોઇપણ પરીક્ષાની તૈયારી માટે ઇન્ટરનેટ સૌથી સારો સોર્સ છે. આથી સિવિલ સેવામાં સફળતા માટે તેમણે સિવિલ સેવાના ઉમેદવારોની સહાયતા માટે એક ઓનલાઇન વેબસાઇટ અને યૂટ્યૂબ ચેનલ અનએકેડમીની શરૂઆત કરી. જોકે, આ પહેલા તેમણે IAS ના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.

આજે આપણે સૌ જાણીએ છીએ કે, સામાન્ય વ્યક્તિના બાળકો માટે કોચિંગ ક્લાસ લેવા ખૂબ જ મોંઘા છે અને દરેક ઉમેદવાર તેના માટે નિવેશ નથી કરી શકતી. એવામાં અનએકેડમી આજે લાખો બાળકો માટે વરદાન સાબિત થયુ છે. જણાવી દઇએ કે, આજના સમયમાં રોમન સેનીની અનએકેડમી આશરે 15000 કરોડની કંપની બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp