ખેતરમાં શ્વાસ લેવાનો ચાર્જ 2500 રૂપિયા, 1 કલાકના પેકેજમાં લંચ પણ મફત

PC: twitter.com

વિશ્વના સમાચારોમાં આજે તમારી સાથે હોમ બેસ્ડ બિઝનેસ આઇડિયા પર વાત કરીશું. તમે આ કામને તમારા દેશની એટલે કે ગામડાની માટીમાં ખૂબ ઓછા ખર્ચે શરૂ કરી શકો છો. ખાસ કરીને મહિલાઓ આ વ્યવસાયને ખેતર અને ત્યાં બનાવેલા મકાનમાંથી શરૂ કરીને સરળતાથી જબરદસ્ત નફો કમાઈ શકે છે.

કહેવાય છે કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. જે કામથી તમારા પરિવારના ખર્ચ નીકળી જાય છે, તે જ સૌથી મોટું અને શ્રેષ્ઠ કામ છે. જી હા, ઈન્ટરનેટે દુનિયા બદલી નાખી છે, તો કામ કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. આજકાલ એક નહીં પરંતુ આવા અનેક ઓનલાઈન બિઝનેસ છે જેને તમે ઘરે બેસીને સરળતાથી શરૂ કરી શકો છો.

'ડેઈલી સ્ટાર'માં છપાયેલા અહેવાલ અનુસાર, કોરોના મહામારી દરમિયાન બોધપાઠ લેતા, એક થાઈલેન્ડના ખેડૂતને આપત્તિમાં એવો અવસર શોધ્યો છે કે તે પ્રવાસીઓને તેના ખેતરમાં એક કલાક સુધી રાખવા માટે 2500 રૂપિયા વસૂલ કરી રહ્યો છે.

આ ખેડૂત સામાન્ય બિઝનેસ આઈડિયાથી કઈક અલગ શુદ્ધ હવા (ખેડૂત તાજી હવા વેચે છે) વેચી રહ્યો છે. આ ખેડૂતે એક કલાક સુધી ડાંગરના ખેતરમાં ખાવા અને શ્વાસ લેવાનું પેકેજ લોકોની સામે રાખ્યું છે.

આ 52 વર્ષના ખેડૂતની પાસે હેલફાયર પાસ વિસ્તારમાં ઘણી મિલકત છે જે શિમલા અને મનાલી જેટલી સુંદર છે. જ્યાં તે ડાંગર ઉગાડે છે. આ પ્રોફેશનલ કામની સાથે તેણે પોતાના ફાર્મમાં કેમ્પિંગ એરિયા બનાવ્યો છે. હવે ખેડૂતનો દાવો છે કે આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં દેશની સૌથી તાજી અને શુદ્ધ હવા ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તે લોકોને પોતાના કેમ્પમાં એક કલાક રહેવા માટે લોકો પાસેથી 1,000 બાહ્ટ એટલે કે ભારતીય ચલણમાં લગભગ 2500 રૂપિયા ચાર્જ કરે છે. એક કલાકના પેકેજમાં તમે લંચ કે ડિનર પણ લઈ શકો છો. હવે એ તમારી પસંદગી છે કે તમે અહીં કેટલો સમય રહેવા માંગો છો.

એશિયન લાઈફ સોશિયલ વેલ્ફેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી દુસિતનો આ આઈડિયા ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. દુસિત પોતાના ખેતરમાં આવતા બાળકો અને અપંગો પાસેથી પૈસા લેતા નથી. એટલું જ નહીં, નજીકના શહેરોમાંથી આવતા સ્થાનિક લોકો માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp