ડ્રાઇવરે રીક્ષા પાછળ જિંદગીની એવી શિખામણ લખી કે વીડિયો વાયરલ થઇ ગયો

PC: facebook.com/apnnewsindia/photos/a.635000636547949/6144259392288685/?locale=hi_IN

સોશિયલ મીડિયા પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે દંગ રહી જશો. હકિકતમાં એક ઓટોરીક્ષા ડ્રાઇવરે પોતાની રીક્ષાની પાછળના ભાગે લખાવ્યું છે કે‘અપનોં સે સાવધાન’ મતલબ કે પોતાના માણસોથી જ ચેતતા રહેજો. આ પંક્તિઓ વાંચતી વખતે, એક તરફ, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની સાથે વાસ્તો રાખજા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તરફ, કેટલાક યુઝર્સ આ વાયરલ પોસ્ટ પર અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી તરફ, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, ચોક્કસ આ ભાઈને તેના જ લોકો દ્વારા છેતરવામાં આવ્યો હશે.રીક્ષા ડ્રાઇવરે પોતાની જ વેદના રીક્ષા પર વ્યકત કરી છે એવું કેટલાંક લોકો કહી રહ્યા છે. માત્ર 20 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્ય છે, પરંતુ લોકો આ વાતને ગંભીરતાથી લઇ રહ્યા છે.

કાર હોય, ટ્રક હોય, બાઇક હોય કે રીક્ષા હોય, મોટા ભાગના લોકો તેમના વાહનો પર કઇંકને કઇંક લખાવતા હોય છે. ખાસ કરીને તમને ટ્રક અથવા રીક્ષા પર લખાણ અચૂક જોવા મળશે. ટ્રક અને રીક્ષા પર મોટા ભાગે શાયરીઓ અથવા કોટ લખવામાં આવતા હોય છે. જો તમે પણ આવા વાક્યો જોતા હશો તો તમારા ચહેરા પર મુસ્કાન જરૂરથી આવશે. કદાચ તમે મનમાં બોલી પણ ઉઠતા હશો કે, હા, આ વાહન પર લખ્યું છે તે સાચું છે.

આવું જ એક વાક્ય સોશિયલ મીડિયા પર પૂરઝડપે વાયરલ થઇ રહ્યું છે. જેને વાંચીને ઘણા લોકો કહી રહ્યા છે કે સાચી વાત છે. ઘણા લોકોએ પોતાના જ અંગત સંબધીઓથી દગો ખાધો હોય તેવું બનતું હોય  છે. એટલે એવા લોકોને એવું લાગી રહ્યું છે કે રીક્ષાચાલકે અમારા દીલની વાત લખી છે.

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @BabaJogeshwari દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું  છે Friday. અત્યાર સુધીમાં આ ક્લિપને 17 હજારથી વધુ વ્યૂઝ અને 700 લાઈક્સ મળી ચૂક્યા છે. યુઝર્સે ફીડબેક પણ આપ્યો છે. એક વ્યક્તિએ લખ્યું કે તે બિલકુલ સાચું છે. બીજાએ લખ્યું કે અવતાર કૃષ્ણની ગાડી. બીજાએ લખ્યું કે તેમના સારા વર્તનથી પણ કોણ જાણે ક્યારે પૈસા માંગી લે.

આ રીક્ષા કયા શહેરની અને ઓટોરીક્ષા ડ્રાઇવર કોણ છે તેની માહિતી મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp