જીજાજીને મરચાંનું પાણી પીવડાવવા આવી હતી નટખટ સાળી, સ્ટેજ પર જ થઈ ગયુ તેનું અપમાન

લગ્નોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે સંબંધીઓ અને મિત્રો એકબીજા સાથે ખૂબ મજાક કરે છે અને જ્યારે હાસ્ય અને મશ્કરી હદ વટાવા લાગે છે, ત્યારે કેટલીક એવી ઘટના બને છે જે હંગામો મચાવે છે. લગ્નમાં વરને ચીડવવા માટે દુલ્હનની બહેન એટલે કે સાળી સૌથી આગળ હોય છે અને ખૂબ મજાક અને મસ્તી કરે છે. વરના પ્રવેશથી લઈને કન્યાની વિદાય સુધી, સાળી હંમેશા તમને પરેશાન કરવા માટે આસ-પાસ હાજર રહે છે. અલગ-અલગ લગ્નોમાં અલગ-અલગ પ્રકારના ચોંકાવનારા મજાક જોવા મળે છે. હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં સાળીએ તેના જીજાજી સાથે એવી રીતે મજાક કરી હતી કે તે તેના પર જ ભારે પડી ગઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નમાં જેવી જાન દુલ્હનના ઘરે પહોંચે છે તો વરરાજા સ્ટેજ પર આવીને બેસી જાય છે. આ દરમિયાન તેની ચીડવવા માટે તેની સાળી પહેલા સ્ટેજ પર પહોંચે છે. આ પછી, સાળીએ એવી મજાક કરી, જેના વિશે વરરાજાને અણસાર આવી ગયો. વરરાજા સાથે તેનો મિત્ર કે ભાઈ પણ બેઠો છે. સાળી પોતાની થાળીમાં બે-ત્રણ ગ્લાસમાં કલરફુલ પાણી લઈને પહોંચે છે. આ જોઈને વરરાજા સમજી જાય છે કે તે કંઈક બીજું જ છે અને તેને ફસાવામાં આવી રહ્યો છે અને તેણે તે પીવાની ના પાડી દે છે. આના પર તેની બાજુમાં બેઠેલા મિત્રએ ગ્લાસ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાળીએ ના પાડી દીધી.
અનેકવાર પ્રયત્ન કરવા છતાં સાળીએ થાળીમાં રાખેલા મરચાનું પાણી ન આપ્યું. થોડીક સેકન્ડમાં જ કંઈક એવું બન્યું કે સાળીનું ભયાનક અપમાન થઈ ગયું. સાળી થાળીમાં રાખેલા ગ્લાસની સાથે ખુરશી પરથી નીચે પડી ગઈ અને વરરાજા તેને જોઈને હસવા લાગ્યા. લાંબા સમય સુધી સાળી નીચે પડી રહી અને લોકો તેને ઉપાડવાને બદલે હસી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડિયો bridal_lehenga_designn નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ મળી ચૂકી છે. સૌથી હેરાન કરવાની વાત તો એ છે કે વરરાજાએ સાળીના પડવા પર તેને મદદ કરવાને બદલે હસતો દેખાઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp