મહિલાઓને છેડનાર અને દારૂ-નોનવેજના શોખીન આ વાંદરાને મળી આજીવન કેદ, બન્યો શાકાહારી

PC: news18.com

મિર્ઝાપુર જિલ્લામાં આતંક મચાવનારા કલુઆ વાનર કાનપુર ઝૂમાં આજીવન કેજની સજા કાપી રહ્યો છે. જોકે, ઝૂના કર્મચારીઓ પિંજરામાં બંધ કલુઆ વાંદરાની આદતોને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝૂના કર્મચારી કલુઆની ખાણી-પીણીથી લઇ ખાસ્સો ચિતિંત હતો. કારણ કે તાંત્રિકની પાસે ઉછરેલ આ વાંદરો દારૂનો શોખીન હતો અને માંસાહારી પણ હતો. પણ પાછલા 6 વર્ષોમાં ડૉક્ટરોએ તેની ખાણી-પીણીમાં સુધારને લઇ ઘણાં પ્રયાસો કર્યા, જેનું પરિણામ એ આવ્યું કે હવે કલુઆ વાંદરો શાકાહારી બની ગયો છે.

કાનપુરના ઝૂના ડોક્ટરો અનુસાર, કલુઆ વાંદરો હવે ચણા, ફળ, શાકભાજી ખાઇ રહ્યો છે. જોકે, હજુ પણ કલુઆ વાંદરાની અમુક આદતો એવી છે જેને બદલવામાં ઝૂના કર્મચારીઓ નિષ્ફળ રહ્યા છે. ઝૂના કર્મચારીઓનું કહેવું છે કે, આજની તારીખમાં પણ આ વાનર મહિલાઓને જોઇ ઉગ્ર બની જાય છે અને તેમને પકડવાની કોશિશ કરવા લાગે છે.

2016માં વન વિભાગે જંગલમાં છોડ્યો હતો

મિર્ઝાપુરના લોકોનું કહેવું છે કે, 2016માં કલુઆ વાનરાને પકડીને વન વિભાગના ઓફિસરોએ તેને જંગલમાં છોડી દીધો હતો. પણ એક વર્ષની અંદર જ વાનરે ફરી મિર્ઝાપુરમાં એન્ટ્રી લીધી. તેણે થોડા જ મહિનામાં 250 લોકોને કરડી લીધા. જેમાં મોટે ભાગે મહિલાઓ અને નાના બાળકો સામેલ હતા. આ વાનરના હુમલાને લીધે એક મહિલાનું મોત પણ થયું છે.

કાનપુર ઝૂના ડિરેક્ટર અનુરાગ સિંહ અનુસાર, કલુઆ વાનર હવે શાકાહારી બનવાના રસ્તે છે. તેના સ્વભાવને પણ બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. 2017માં કાનપુર ઝૂમાં આવેલા કલુઆ વાંદરાને તેની હરકતોને લીધે જ પિંજરામાં આજીવન કેદ કરવામાં આવ્યો હતો.

આ વાંદરો મહિલાઓને સૌથી વધારે નિશાના પર લેતો હતો. તે અલગ અલગ પ્રકારના અવાજો કાઢતો હતો. તે મહિલાઓને નખો મારી તેમના કપડા ફાડી દેતો હતો. કલુઆ વાંદરાનો ઉછેર એક તાંત્રિકની પાસે થયો. આ કારણે તેનો સ્વભાવ ઉગ્ર થયો. તાંત્રિકના નિધન પછી જ્યારે તે આઝાદ થયો તો તેણે મિર્ઝાપુરમાં આતંક શરૂ કર્યો. ઝૂ પ્રશાસનના મતે કલુઆની આદતો જો બદલાશે તો તેને આજીવન કેદમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp