સ્નાન કરતી વખતે કયું અંગ પહેલા ધુઓ છો,તે પણ ઘણુ બધુ કહે છે તમારી પર્સનાલિટી વિશે

PC: boldsky.com

સામાન્યરીતે આપણે બધા જ આપણા દિવસની શરૂઆત આપણા શરીરની સફાઈ સ્નાન સાથે કરીએ છીએ. પરંતુ, કદાચ તમે એ નહીં જાણતા હશો કે તમારી ન્હાવાની રીત તમારી પર્સનાલિટી વિશે ઘણુ બધુ કહી જાય છે. એક વ્યક્તિ જે રીતે સ્નાન કરતા હોઇએ તે જરૂરી નથી કે બીજા વ્યક્તિની સ્નાન કરવાની રીત પણ એવી જ હોય.

તમે એ તરફ ક્યારેય ધ્યાન નહીં આપ્યું હશે પરંતુ, તમે સામાન્યરીતે સ્નાન કરવા માટે પોતાના દ્વારા બનાવવામાં આવેલી એક રીતને જ અપનાવો છો અને સ્નાન કરવા માટે દર વખતે શરીરના એ એક અંગથી પહેલા શરૂઆત કરો છો. અજાણતા જ તમે સ્નાન કરવા માટે પોતાના શરીરના જે અંગની પસંદગી કરી તે તમારી પર્સનાલિટી વિશે ઘણુ બધુ કહે છે.

ચેહરો

જો તમે ન્હાતી વખતે સૌથી પહેલા તમારો ચેહરો ધુઓ છો તો તમે એક એવા વ્યક્તિ છો જે પોતાના પાંચ બેઝિક સેન્સ (સ્વાદ, સુગંધ, સ્પર્શ, જોવુ અને સાંભળવુ) પર વિશ્વાસ કરવો પસંદ કરે છે. બીજા લોકો તમને કેવા જુએ છે તેનાથી તમને ઘણો ફરક પડે છે. આ કારણે તમે હંમેશાં તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગો છો કારણ કે, તમે જાણો છો કે લોકો સૌથી પહેલા સામેવાળાનો ચેહરો જુએ છે.

હાથ અને પગ

જ્યારે તમે ન્હાતી વખતે સૌથી પહેલા પોતાના હાથ અને પગ સાફ કરો છો તો તે એ બતાવે છે કે, તમે ખૂબ જ નમ્ર, સાદા અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છો. તમારા આ અંગો મજબૂતીનું પ્રતીક છે. પરંતુ, તે તમારી વિનમ્રતાને દર્શાવે છે કે તમે ઝાકમઝાળમાં ખોવાઇ જવા નથી માંગતા. તમે મજબૂતરીતે પોતાની વાત રજૂ કરો છો.

પ્રાઇવેટ અંગ

જો તમે ન્હાતી વખતે સૌથી પહેલા પોતાના પ્રાઇવેટ અંગોને સાફ કરો છો તો તે એ દર્શાવે છે કે, તમે ખૂબ જ શર્માળ અને સંકોચશીલ સ્વભાવના છો. તમે એવા વ્યક્તિ છો જેણે પોતાને માટે પોતાની વાત રજૂ કરવામાં પણ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ, તમારામાં એ ખાસિયત છે કે તમે પોતાની આસપાસના લોકોને કમ્ફર્ટેબલ અનુભવ કરાવી દો છો.

છાતી

એ તમારી અંદરનો આત્મવિશ્વાસ છે કે જેના કારણે શાવરની નીચે જતા જ તમારો હાથ ચેસ્ટ તરફ ચાલ્યો જાય છે. તમે જેવા છો તેમા ખૂબ જ કમ્ફર્ટેબલ છો. તમે પોતાના વિચાર અને અભિપ્રાયને સ્પષ્ટ શબ્દોમાં જણાવવાનું પસંદ કરો છો. તમારી પર્સનાલિટી ખૂબ જ વ્યવહારિક છે. તમે આત્મનિર્ભર વ્યક્તિ છો જે બીજાને પણ પ્રભાવિત કરે છે. તમે જે વસ્તુ મેળવવા ઈચ્છો છો તેના માટે ઘણી મહેનત પણ કરો છો.

વાળ

જો તમે શાવરમાં જતા જ પોતાના વાળને સાફ કરવામાં લાગી જાઓ છો તો તમે એવા વ્યક્તિ છો જે નિયમ, કાયદા વગેરેમાં માને છે. તમે સ્નાન માટે વચમાં ક્યાંય થી પણ નહીં પરંતુ, માથાથી નીચે સુધીનો ક્રમ પસંદ કરો છો. તમે તમારા અંગત જીવનમાં પણ આ જ નિયમ ફોલો કરો છો. તમે ખૂબ જ પ્રેક્ટિકલ વ્યક્તિ છો. તમે કોઈપણ બાબતને લઇને મજબૂત ઓપિનિયન બનાવો છો અને તમને લાગે છે કે, તમારું મગજ તમારો સૌથી મોટો સાથી છે.

ખભા અને ગરદન

તમે ખૂબ જ મહેનત કરનારી વ્યક્તિ છો. તમે સ્નાન કરતી વખતે સૌથી પહેલા ખભા અને ગરદન તરફ એટલા માટે વધો છો કારણ કે, તે તમારા શરીરના સૌથી વધુ સ્ટ્રેસફુલ ભાગ છે. તમે હંમેશાં ખૂબ જ મહેનતના કામમાં ગૂંથાયેલા રહો છો આ કારણે તમે સ્ટ્રેસમાં રહો છો. તમે ખૂબ જ પ્રતિસ્પર્ધી પ્રકારના વ્યક્તિ છો અને તમને બીજાથી આગળ રહેવાનું પસંદ છે.

પીઠ

શું તમે ખરેખર સૌથી પહેલા પોતાની પીઠ સાફ કરો છો. તમે બીજા પર ખૂબ જ જલ્દી વિશ્વાસ નથી કરી શકતા. તમે એવા વ્યક્તિ નથી જે સરળથાથી કોઈ વ્યક્તિને તમારા જીવનમાં દાખલ થવા દો. એવુ એટલા માટે પણ સંભવ છે કે તમને ભૂતકાળમાં ઘણા દગા મળ્યા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp