પત્નીના પર્સમાં હતી એક એવી વસ્તુ, ખોલતા જ પતિ બની ગયો કરોડપતિ!
ક્યારેક એવું થાય કે અચાનક જ હાથમાં એવી વસ્તુ આવી જાય જેને મુકીને આપણે ભુલી ગયા હોઈએ પણ તે વસ્તુ બહુ કિંમતી હોય. અને જ્યારે તે વસ્તુ અચાનક મળે ત્યારે વ્યક્તિ ખુશીથી સમાતો નથી. આવુ જ એક કપલ સાથે થયુ છે. તેમની એક ખોવાયેલી વસ્તુ મળતા તેઓ કરોડપતિ બની ગયા છે. જાણો શુ હતી વાત...
એક વ્યક્તિ 160 રૂપિયા ખર્ચીને કરોડપતિ બની ગયો. તેણે 8 કરોડ રૂપિયાથી વધુ જીતી લીધા છે. કરોડપતિ બનવામાં તેની પત્નીની મહત્વની ભૂમિકા છે. તે વ્યક્તિનું કહેવું છે કે તેની પત્નીના કારણે તેનું જીવન બદલાઈ ગયું છે. તે હવે રિટાયરમેંટનું આયોજન કરી રહ્યો છે, જેથી તે આગળનું જીવન એશો-આરામથી જીવી શકે. કપલ અમેરિકાના કેરોલિનાના રહેવાસી છે.
ધ મિરર અનુસાર, 65 વર્ષીય ટેરી પીસે 160 રૂપિયામાં પાવરબોલ લોટરીની એક ટિકિટ ખરીદી હતી. પણ ઘરે આવ્યા પછી તે ભૂલી ગયા. ટિકિટ ક્યાંક ખોવાઈ ગઈ હતી. ઘણુ શોધવા છતાં ટેરીને ટિકિટ મળી રહી ન હતી. અંતે તેણે તેની પત્નીને ટિકિટ શોધવા માટે વિનંતી કરી.
આ દરમિયાન પત્નીએ જ્યારે તેનું પર્સ ચેક કર્યું તો તેને આશ્ચર્ય થયું. ટિકિટ તેના પર્સમાં જ રાખી હતી, જેના વિશે તેને ખબર પણ ન હતી. કારણ કે ટેરી પર્સમાં ટિકિટ રાખ્યા પછી ભૂલી ગયા હતા. જોકે, આ સમય સુધી પતિ-પત્ની બંનેને ખબર ન હતી કે તેમને લોટરી લાગી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટિકિટ મેળ્યા પછી કપલે તપાસ કરી તો તેઓ ચોંકી ગયા. તેમને લોટરી લાગી ગઈ હતી, તે પણ 8 કરોડ રૂપિયાની.
ઈનામ જીત્યા બાદ ટેરીએ કહ્યું- આ લાઈફ ચેન્જિંગ હશે. તેઓ નસીબદાર છે. સારુ છે પત્નીને ટિકિટ મળી ગઈ. છેવટે, કેટલા લોકો એવા છે જેઓ એક મિલિયન ડોલર જીતે છે. મને મારા નસીબ પર વિશ્વાસ હતો. ફક્ત શબ્દો વ્યક્ત કરી શકતા નથી કે અમે કેટલા ખુશ છીએ.
ગયા અઠવાડિયે ટેક્સ કાપ્યા બાદ ટેરીને 5 કરોડ 78 રૂપિયા મળ્યા. હવે તે આ પૈસાથી પહેલા પોતાના ઘરને રિનોવેટ કરાવવાનું વિચારી રહ્યા છે. કપલ તેમના પૌત્ર-પૌત્રીઓ માટે કેટલાક પૈસા બચાવવા માંગે છે. ટેરી એક ટ્રક ખરીદવાની યોજના બનાવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp