સૌથી નાની હવાઈ યાત્રા, માત્ર 53 સેકન્ડમાં પહોંચાડશે એક જગ્યાએથી બીજી જગ્યાએ

PC: businesstoday.in

ટ્રેન હોય કે વિમાન, અત્યારસુધી તમે સૌથી લાંબા અંતર અથવા સૌથી વધારે સમય સુધી ઉડનારા પ્લેન વિશે જરૂર સાંભળ્યું હશે. જેમ કે, ભારતથી અમેરિકા સુધી પહોંચવામાં 20 કલાક કરતા વધુનો સમય લાગી જાય છે. તો યુરોપ જવા માટે 6 કલાક જેટલો પ્લેનમાં પ્રવાસ કરવો પડે છે. પરંતુ, શું તમે ક્યારેય સૌથી નાની હવાઈ યાત્રા અને તેને લાગતા સમય વિશે સાંભળ્યું છે? આ યાત્રા માત્ર 53 સેકન્ડની છે. પરંતુ, 53 સેકન્ડની આ યાત્રાનું ભાડું એટલું વધારે છે કે એટલામાં ટ્રેન દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા આરામથી કરી શકાય છે.

દુનિયાની સૌથી નાની હવાઈ યાત્રાને પૂર્ણ કરવામાં માત્ર 53 સેકન્ડનો સમય લાગે છે. પરંતુ, આ 53 સેકન્ડના પ્રવાસ વિના તમે તમારા નક્કી કરેલા સ્થળ સુધી પહોંચી નથી શકતા. આ યાત્રા કરવી ત્યાં રહેતા લોકો માટે જરૂરિયાત બની ગઈ છે. જેને માટે ચુકવવામાં આવતું ભાડું એટલું વધારે છે કે તેમા તમે એસી કોચમાં દિલ્હીથી પટનાનો પ્રવાસ કરી શકો. 53 સેકન્ડની આ યાત્રા કરવા માટે તમારે 1387.77 રૂપિયા ચુકવવા પડશે.

તમને વિશ્વાસ ભલે ના થઈ રહ્યો હોય પરંતુ, દુનિયાની આ સૌથી નાની યાત્રા થાય છે સ્કોટલેન્ડમાં. જે પૂર્ણ કરવામાં માત્ર 53 સેકન્ડનો જ સમય લાગે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આટલી સેકન્ડની યાત્રા માટે પ્લેનની જરૂર જ શા માટે છે, તેને કોઈ અન્ય વાહન દ્વારા પણ તો પણ પૂર્ણ કરી શકાય છે અથવા ગાડી દ્વારા પણ પહોંચી શકાય ને. તો તમને જણાવી દઈએ કે, તે જગ્યા પર કોઈ સાધન નથી જઈ શકતું. માત્ર પ્લેન દ્વારા જ ત્યાં પહોંચી શકાય છે. 53 સેકન્ડની આ ઉડાન હોય છે સ્કોટલેન્ડમાં અને તેની પાછળ છે મોટી મજબૂરી અને જરૂરિયાત.

આ પ્રવાસ સ્કોટલેન્ડના બે ટાપૂઓ વચ્ચે હવાઈ માર્ગ દ્વારા નક્કી કરી શકાય છે. તેનું કારણ છે બંને ટાપૂઓની વચ્ચે કોઈ પુલનું ના હોવુ. સમુદ્રના રસ્તાનો વિકલ્પ પણ તમે વિચારી શકો છો. પરંતુ, તેની સાથે મુશ્કેલી એ છે કે સમુદ્રનો રસ્તો એટલો પથરાળ છે કે તે પાણી પર હોડીનું તરવુ શક્ય નથી. આથી, એક ટાપૂ પરથી બીજા ટાપૂ પર જવા માટે હવાઈ યાત્રા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અહીંના લોકો પાસે. આ ટાપૂઓના નામ છે વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે. એક પર 600 તો બીજા ટાપૂ પર રહે છે કુલ 90 લોકો. આ યાત્રામાં ઉપયોગમાં લેનારી ફ્લાઈટને લોગાન એર ઓપરેટ કરે છે, જે છેલ્લાં 50 વર્ષોથી અહીં સર્વિસ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp