સ્ટોરી બે બહેનોની જે પહેલા બની પોસ્ટલ આસિસ્ટન્ટ, પછી બની ગઈ SDM

PC: zeenews.india.com

ઉત્તરાખંડની જોડિયા બહેનો યુક્તા મિશ્રા અને મુક્તા મિશ્રા દેશભરની દીકરીઓ માટે એક ઉદાહરણ છે. એક-બે મિનિટના અંતર સાથે જન્મેલી, સાથે ભણી, એક સાથે બે વિભાગમાં સારા હોદ્દા પર રહી અને પછી એક સાથે ઉત્તરાખંડ પીસીસીમાં શાનદાર રેન્ક હાંસલ કરીને એસડીએમ બની. હાલમાં યુક્તા મિશ્રા ડોઇવાલાની SDM છે જ્યારે મુક્તા મિશ્રા કોટદ્વારની SDM છે.

જ્યારે તમે મહેનતુ છો, ઓછાં પર કંપ્રોમાઈઝ ના કરો તો તમારે વધુ મહેનત કરવાની જરૂર પડશે. ઘણા લોકો એવા હોય છે કે નોકરી મળ્યા પછી પ્રયાસ કરવાનું છોડી દે છે કે હવે કામ થઈ ગયું છે, હવે શું કરવું છે વધુ પ્રયત્ન કરીને. આજે અમે તમને એવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જે બે બહેનોની છે. એ બહેનોએ ઓછાં પર કંપ્રોમાઈઝ કર્યું નહિ. તે સખત મહેનત કરતી રહી અને સફળ પણ રહી.

અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડના યુક્તા મિશ્રા અને મુક્તા મિશ્રાની. યુક્તા અને મુક્તાએ એકસાથે પહેલા પોસ્ટલ આસિસ્ટન્ટની પરીક્ષા આપી અને ક્લિયર કરી. આ પછી બંને નોકરીમાં જોડાઈ ગયા. જોકે બંનેએ નોકરી મળ્યા બાદ અભ્યાસ છોડ્યો નહીં. બંને સતત ઉત્તરાખંડ પીસીએસની તૈયારી કરતી રહી. બંનેએ UKPCSની પરીક્ષા આપી ત્યારે બંનેને સારો રેન્ક આવ્યો અને SDM બન્યા. વર્ષ 2014 હતું UK PCSનું પરિણામ આવ્યું, જેમાં યુક્તા મિશ્રાએ PCSમાં સાતમો અને મુક્તાએ ચોથો ક્રમ મેળવીને ઈતિહાસ રચ્યો અને સ્ત્રી કેટેગરીમાં મુક્તાએ રાજ્યમાં પ્રથમ અને યુક્તાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.

બંને બહેનોએ બરેલી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન દરમિયાન બંને પોસ્ટલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પરીક્ષા આપી અને સફળ રહ્યા. બંને અલ્મોડાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવવા લાગ્યા. આ સાથે બંનેએ અલ્મોડાના સોબન સિંહ જીણા કેમ્પસમાં ખાનગી વિદ્યાર્થીઓ તરીકે પ્રવેશ લીધો અને આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો.

જ્યારે મુક્તા મિશ્રા રુદ્રપ્રયાગના SDM હતા ત્યારે તેઓ ગરીબ બાળકો માટે આશાનું કિરણ બની ગઈ. તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોને મફત કોચિંગ આપતી હતી. તે મોટી કોલેજો અને સ્કૂલોમાં એડમિશન માટે બાળકોને ફ્રી કોચિંગ પણ આપતી હતી. વર્ષ 2018માં તેમણે સરકારી કોલેજમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી બાળકોને મફત કોચિંગ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp