મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઇ કર્યા શ્વાન સાથે લગ્ન

PC: prod.mirror.co.uk

ક્રોએશિયામાં એક અજીબ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ તેના પતિથી હેરાન પરેશાન થઇને તેને છૂટાછેડા આપી દીધા હતા અને ત્યારબાદ તે મહિલાએ બીજા લગ્ન કરી લીધા હતા. પણ તમે હવે એવું વિચારતા હશો કે આમાં હેરાન પરેશાન કરે તેવી વાત કઈ છે. આવી ઘટનાઓ તો બનતી રહે છે. પણ હેરાન કરનારી વાત એ છે કે, મહિલાએ બીજા લગ્ન પુરુષ સાથે કર્યા નથી. તેણે બીજા લગ્ન એક શ્વાનની સાથે કર્યા છે. આ સાંભળીને તમે હેરાન થાયને, હવે અમે તમને જણાવીશું કે આ મહિલા કોણ છે અને તેણે લગ્ન જે શ્વાનની સાથે કર્યા છે તેનું નામ શું છે.

રિપોર્ટ અનુસાર, શ્વાનની સાથે લગ્ન કરનાર મહિલાનું નામ અમાંડા રેજર્સ હોવાનું સામે આવ્યું છે. આ મહિલાની ઉંમર 47 વર્ષની છે. તેણે એક શ્વાનની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 200 લોકો ભેગા થયા હતા અને તમામ લોકો ખુશ દેખાઈ રહ્યા હતા. અમાંડાનું કહેવું છે કે, તે શ્વાનની સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. આમાંડાએ એવું પણ કહ્યું કે, એક જીવનસાથી તરીકે તેને જે જોઈએ છે તે બધું આ શીબા શ્વાન પાસેથી મળ્યું છે. આ શ્વાન પણ ફીમેલ શ્વાન છે.

આમાંડાએ જણાવ્યું હતું કે, તે પતિની સાથે છૂટાછેડા થયા બાદ એકલી રહેતી હતી. તે સમયે આ શ્વાને તેનો સાથ આપ્યો હતો. તે શ્વાન ક્યારેય પણ તેને હેરાન પરેશાન કરતો નહોતો. તેથી તે હવે નવા જીવનસાથી અને પાર્ટનર તરીકે શીબા શ્વાનને પામીને ખૂબ ખુશ છે.

શીબા શ્વાન તેને પહેલા પતિ કરતા ખૂબ જ ખૂશ રાખે છે. આમાંડાએ શીબા નામના શ્વાનની સાથે રિતી-રીવાજો સાથે લગ્ન કર્યા હતા. આમાંડાએ જણાવ્યું હતું કે, શીબા શ્વાન તેના જીવનનું મહત્ત્વનું અંગ છે, તે મને હંમેશાં ખુશ રાખે છે અને હસાવે છે.

આમંડાએ જણાવ્યું હતું કે, શીબા શ્વાન બે મહિનાની હતી તે સમયે જ શીબા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ ઉપરાંત, તે શીબાને દુલ્હનના ડ્રેસમાં જોવા માગતી હતી. આમંડાએ તેના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ખૂદ દુલ્હનનો ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. તેને શીબાની સાથે લગ્ન કરીને ખુશીનો અનુભવ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp