પતિને 'ભાડા' પર લગાવી રહી છે આ મહિલા, કહ્યું- મોંઘવારી વધારે છે

PC: aajtak.in

પૈસા માટે એક મહિલાએ પોતાના પતિને જ ‘ભાડેથી’ આપવાનું શરૂ કરી દીધું, જેથી વધતી મોંઘવારીનો સામનો કરી શકે, આના માટે મહિલાએ પહેલા તો એક વેબસાઈટ શરૂ કરી, પછી તેના પ્રચાર માટે એક એડ-કેમ્પેઇન પણ ચલાવ્યું હતું, તેને આનું નામ ‘Hire my handy hubby’ સર્વિસ આપ્યું છે.

મામલો બ્રિટનનો છે, મહિલાનું નામ છે લોરા. તેને આ આઈડિયા એક પોડકાસ્ટ સાંભળીને આવ્યો, તે પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ વિશે જણાવવામાં આવી રહ્યું હતું, જે લોકોના ઘરોમાં નાના-મોટા કામો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. લોરાએ વિચાર્યું કે, 41 વર્ષના પોતાના પતિ જેમ્સને પણ કામ પર લગાવી શકાય છે. લોરાનું માનવું છે કે, જેમ્સ ખૂબ જ ટેલેન્ટેડ છે અને તે કોઈ પણ DIY પ્રોજેક્ટને પૂરા કરી શકે છે.

લોરાએ કહ્યું કે, ‘જેમ્સે બર્કિંઘમ શહેરમાં તેમના ઘરને ટ્રાન્સફોર્મ કર્યું હતું, તેને કસ્ટમ બેડ્સ બનાવ્યા હતા, તેમાંથી એક 9 ફૂટનો પહોળો ફેમિલી બેડ પણ હતો. જેમ્સે કિચન પણ સેટ કર્યું હતું અને વેસ્ટ સામાનથી એક ડાઈનિંગ ટેબલ બનાવ્યો હતો.’ લોરાએ કહ્યું કે, તે ઘરેલૂ અને ગાર્ડનના કામોમાં કુશળ છે, એટલે જ મેં વિચાર્યું કે, આ સ્કીલ્સનો ઉપયોગ કરવામાં આવે અને તેને રેન્ટ પર આપવામાં આવે?

લોરાએ આના પછી ‘Rent My Handy Husband’ નામથી એક વેબસાઈટ લોન્ચ કરી દીધી, તેણે ફેસબૂક અને એક પોપ્યુલર એપ નેક્સ્ટડોરના માધ્યમથી આનો પ્રચાર પણ કર્યો, તેના પર મળેલા રિસ્પોન્સને જોઈને તે આશ્ચર્યચકિત થઇ ગઈ.

લોરાએ કહ્યું કે, ‘લોકો સાચ્ચે જ ઈન્ટરેસ્ટેડ હતા. અનેક લોકોને લાગ્યું કે, હું જેમ્સને એકદમ અલગ જ કામ (સેક્સુઅલ સર્વિસ વગેરે) પર રાખવા માટે કહી રહી છું. આટલી મોંઘવારી હોવા છતા હું આવું નથી કરવાની. જો કે, મહત્તમ લોકોને આ પસંદ આવી રહ્યું છે, તે લોકો કહે છે કે, ક્યારેક-ક્યારેક નાના કામો માટે બિલ્ડરને બોલાવવાનું મુશ્કેલ હોય છે. કેમ કે, તેઓ આમાં ઈન્ટરેસ્ટેડ નથી હોતા.’

લોરાએ જણાવ્યું કે, ‘જેમ્સ અનેક વસ્તુઓમાં કુશળ છે, જેમ કે, ફ્લેટ પેક્સને જોડવું, ટ્રેમ્પોલાઈન્સ લગાવવું, શેલ્વ્સને બનાવવું અને અનેક રીતના સામાનને ઇન્સ્ટોલ કરવો. તે સ્કેચ જોઇને બાળકો માટે બંક બેડ્સથી લઈને ફેમિલી માટે બીસ્પોક ફર્નિચર બનાવી શકે છે.’

જેમ્સ પહેલા એક વેયરહાઉસમાં કામ કરતો હતો, જેમ્સે 2 વર્ષ પહેલા જ પોતાની નોકરી છોડી હતી. કેમ કે, તેના ત્રણ બાળકોમાંથી 2 ‘ઓટિસ્ટિક’ નામના ડીસઓર્ડરથી પીડિત છે અને તે બાળકોના સંભાળ કરવામાં લોરાની મદદ કરવા ઇચ્છતો હતો.

લોરાએ કહ્યું કે, ‘જેમ્સ, મોટર મેકેનિક્સના શિક્ષણ માટે પાછો કોલેજ જવાની પ્લાનિંગ કરી રહ્યો છે, તે શિક્ષણની સાથે જ કામ કરતો રહેશે, જેથી ફેમિલીની આવકને અસર ન થાય. અમને એક ઘરથી એવરેજ 3400 રૂપિયા મળી જાય છે અને કોઈ પણ કામ નાનું નથી હોતું.’ આમાં દિવાલ પર ટીવી ફીટ કરવાથી લઈને ફેન્સ પેન્ટ કરવા સુધીના કામો પણ હોય છે, અમે લોકો ડિસેબલ લોકો, દેખરેખ કરતા લોકો અને 65 થી વધુ ઉંમરના લોકોને ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp