ભારતના આ ગામમાં છે કાળી કૂતરીનું મંદિર, લોકો કુતિયા મહારાનીમાં ની જય બોલાવે છે

PC: youtube.com

ભારતમાં લોકો દ્વારા અલગ-અલગ પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાના જણાવવામાં આવે છે એટલે લોકો ગાયની પૂજા કરે છે, આ ઉપરાંત હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ સમજી લોકો હાથીની પૂજા કરે છે અને વાનરને હનુમાનજીનું સ્વરૂપ સમજી લોકો તેની પણ પૂજા કરે છે. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે કે, એ ગામમાં લોકો કૂતરીની પૂજા કરે છે. ગામમાં લોકોએ કૂતરી દેવીનું મંદિર પણ બનાવ્યું છે અને ગામના લોકોએ મંદીએને કૂતરી દેવીના મંદિરનું બિરુદ આપ્યું છે.

કૂતરીનું મંદિર ઉત્તર પ્રદેશના બુદેલખંડ પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલા રેવન અને કાકવારા ગામની વચ્ચેના રસ્તા પર આવેલું છે. આ મંદિરમાં એક કાળી કૂતરીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને મંદિરની બહાર એક લોખંડની ગ્રીલ લગાવવામાં આવી છે. જેથી કોઈપણ લોકો મંદિરમાં રહેલી કૂતરીની મૂર્તિને નુકસાન ન પહોંચાડી શકે. ગામના લોકોએ મંદિર પર જય કુતિયા મહારાણી મા લખ્યું છે અને લોકો કૂતરીના મંદિરની આગળથી પસાર થાય છે, ત્યારે તેઓ મંદિર સામે નમન પણ કરે છે.

આ મંદિર બનાવવા પાછળ એક કહાની પણ છુપાયેલી છે. મંદિરમાં જે કાળી કૂતરીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તે કૂતરી રેવન અને કાકવારા ગામમાં જ્યારે તહેવારો ઉજવતા હતા ત્યારે બંને ગામોમાં જમવા જતી હતી. કોઈપણ કાર્યક્રમ ગામમાં હોય એટલે કૂતરી જમવા પહોંચી જતી હતી. એક દિવસ રેવન ગામમાંથી રમતુલાનો અવાજ સંભળાયો અને કૂતરીને ભૂખ લાગી હોવાથી, તે જમવા માટે દોડીને રેવન ગામમાં પહોંચી હતી પરંતુ તે પહોંચી ત્યારે ગામના તમામ લોકોએ જમી લીધું હતું અને ત્યારબાદ કાકવારા ગામમાંથી રમતુલાનો અવાજ સંભળાતા ભુખી કૂતરી દોડીને કાકવારા ગામે ગઈ હતી પરંતુ ત્યાંથી પણ તેને ખોરાક ન મળી શક્યો અને ભૂખ્યા પેટે આમથી તેમ દોડાદોડી કરતા કૂતરીનું મોત નીપજ્યું હતું.

કૂતરીના મોતના સમાચાર લોકોને મળતા બંને ગામના લોકોને એકઠા ગયા અને ગામ લોકોએ દુઃખી થઈને કૂતરીનું જે જગ્યા પર મોત નીપજયું હતું. તે જગ્યા પર કૂતરીની દફનવિધિ કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, જે જગ્યા પર કૂતરીની દફનવિધિ કરવામાં આવી હતી તે, જગ્યા થોડા સમયમાં પથ્થર બની ગઈ હતી એટલે ગામના લોકોએ આ ઘટનાને ચમત્કાર સમજીને. તે જગ્યા પર કૂતરીનું એક મંદિર બનાવી દીધું અને તે મંદિરમાં કાળી કૂતરીની પ્રતિમાની સ્થાપના કરી. હજુ પણ ગામની મહિલાઓ પ્રતિદિન કૂતરીને પાણી ચઢાવવા અને પ્રાર્થના કરવા માટે આવે છે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ આ મંદિરની બાજુમાંથી પસાર થાય ત્યાંરે કૂતરીને નમન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp