B.ED અને NET પાસ કરનાર સિંગરે શરૂ કર્યો ચાનો સ્ટોલ, જિલ્લા પંચાયતમાં પગાર નથી...

PC: twitter.com

યુપીના અમ્બેડકરનગરના જિલ્લા પંચાયતની સભ્ય પ્રતિમા યાદવે બીએડ અને નેટની પરીક્ષા પાસ કરી છે. તે લોકગાયિકાના રૂપમાં પણ ઘણી જાણીતી છે પરંતુ હવે એક નવા કારણને લીધે ચર્ચામાં આવી ગઈ છે. પ્રતિમાને અમ્બેડકરનગરમાં ટી-સ્ટોલ શરૂ કર્યો છે અને તેને નામ આપ્યું છે- પ્રતિમા ચા મંત્રાલય. આટલું ભણેલી ગણેલી અને જિલ્લા પંચાયતની સભ્ય હોવા પછી પણ ટી-સ્ટોલ ખોલવાની જરૂર કેમ પડી.

તો આ સવાલના જવાબમાં પ્રતિમાએ કહ્યું હતું કે જિલ્લા પંચાયતમાં તેને પગાર નથી મળતો તો અમે જાતે ધંધો શરૂ કર્યો છે. પ્રતિમા પણ તેની જેમ ભણેલા ગણેલા યુવાનોને નોકરીની રાહમાં બેસી રહેવાને બદલે કંઈક કરવાનો સંદેશો આપી રહી છે. તેણે કહ્યું હતું કે સરકાર બધાને નોકરી આપી શકતી નથી આથી નિરાશ થવાને બદલે ભણેલા-ગણેલા યુવાનોએ પોતાનો ધંધો શરૂ કરીને આગળ વધવું જોઈએ. પ્રતિમા યાદવ બાળપણથી જ સંગીતની સાથે સાથે અભ્યાસમાં પણ ઘણી હોશિયાર રહી હતી. તેણે અભ્યાસની સાથે જ સંગીત શીખ્યું હતું.

એમએ, બીએડ અને નેટ પરીક્ષા પાસ કરી છે. પ્રતિમાનું કહેવું છે કે દેશમાં બેરોજગારીની સમસ્યા તો છે. સરકાર નોકરી આપી નથી રહી. યુવાનો તૈયારીમાં લાગ્યા છે પરંતુ ક્યાં સુધી નોકરી માટેની તૈયારી કરતા રહેશે. જો નોકરી નથી મળી રહી તો યુવાનોએ પોતાનો રોજગાર જાતે શોધી લેવો જોઈએ. પ્રતિમા યાદવ લોકગાયિકાના રૂપમાં ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. તે આકાશવાણી અને દુરદર્શન પર પોતાના કાર્યક્રમો રજૂ કરતી રહી છે. તેની સાથે જ તે ઘણા મહોત્સવોમાં પણ મોટા સ્ટેજ પર પોતાની કળાનું પ્રદર્શન કરી ચૂકી છે.

સરકારી સ્તર પર આયોજિત થનારા જાગૃતતા કાર્યક્રમમાં પણ પ્રતિમા સહભાગી થતી રહે છે. સંગીત અને ભણવા સિવાય પ્રતિમા રાજકીય ક્ષેત્રમાં પણ ઘણી સક્રિય છે. તે અકબરપુર દ્વિતીયથી જિલ્લા પંચાયતની સભ્ય છે. પ્રતિમા ચા મંત્રાલય માટે પ્રતિમાની યોજના લોકોને ચાની સાથે ફાસ્ટ ફૂડ પણ પૂરું પાડવાની કોશિશ છે. તે નવીન ફૂડ વેનનું સંચાલન કરશે. આ વેન કલેક્ટ્રેટ, જિલ્લા હોસ્પિટલ, વિકાસ ભવન, જિલ્લા પંચાયત ભવન અને અકબરપુર તાલુકાની આસપાસ ફરતી રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp