Gold જેવા દેખાતા આ જીવની હકીકત જ્યારે સામે આવી તો લોકો થયા હેરાન, જુઓ Video

PC: twitter.com

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રવીણ એક જીવ વિશે વાત કરી રહ્યા છે, જે આબેહૂબ સોનાની જેમ ચમકી રહ્યું છે, પણ હકીકતમાં તે સોનું નથી. પ્રવીણ કાસવાને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, આ ગોલ્ડ નથી બલ્કે પતંગિયાના પ્યૂપા છે. તે પોતાને જીવતા રાખવા માટે આ રીતનો પ્રયોગ કરે છે.

Image

માત્ર એટલું જ નહીં કાસવાને અલગથી ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં પતંગિયાની સંપૂર્ણ લાઈફ સાઈકલ વિશે સમજાવે છે. આ લાઈફ સાઈકલમાં તમે જોઈ શકો છો કે, કઈ રીતે પતંગિયા પહેલા વૃક્ષના પાંદડા પર ઈંડા આપે છે અને ઈંડાની અંદરથી કેટરપિલર નીકળે છે. પછી થોડા દિવસ પછી આ કેટરપિલર પોતાને પ્યૂપા બનાવી દે છે અને બાદમાં પ્યૂપા પતંગિયુ બની જાય છે. તમને એ વાત જાણીને હેરાની થશે કે પ્યૂપામાંથી પંતગિયા બનવામાં એક કીડાને 3-4 અઠવાડિયાની સાથે સાથે એક મહિનાનો સમય પણ લાગી શકે છે.

પ્રવીણ કાસવાનનો આ વીડિયો શેર થવાના અમુક જ કલાકોમાં વાયરલ થઈ ગયો. આ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધારે લાઈક્સ અને 600 રિટ્વીટ મળી છે. એટલું જ નહીં લોકોના ટ્વીટર પર જુદા જુદા રિએક્શન પણ આવી રહ્યા છે.

આ પહેલી વાર નથી જ્યારે પ્રવીણ કાસવાને જીવોથી જોડાયેલી કોઈ પોસ્ટ શેર કરી હોય. આ પહેલા પણ તેઓ ઘણી પોસ્ટ શેર કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp