માત્ર એક બાળક માટે ચાલે છે શાળા, એક જ ટીચર કરાવે છે અભ્યાસ

PC: aajtak.in

શું તમે ક્યારેય એવી જિલ્લા પરિષદ સ્કૂલ જોઈ છે, જેમાં માત્ર એક જ વિદ્યાર્થી હોય અને માત્ર એક જ શિક્ષક તે વિદ્યાર્થીને ભણાવે છે. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુરમાં એક એવી જ શાળા છે. આ સ્કૂલ સતત એક વિદ્યાર્થીથી જ ચાલી રહી છે. જ્યાં એક તરફ ઘણા વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફથી મોં ફેરવી રહ્યા છે, તો બીજી તરફ કાર્તિક દરરોજ સમયથી સ્કૂલમાં પોતાના અભ્યાસ કરવા અને કંઈ કરી દેખાડવાના ઈરાદાથી શાળાએ પહોંચે છે.

વાશિમ જિલ્લાનું ગણેશપુર સૌથી નાનું ગામ છે, જેની વસ્તી 150 થી 200 ની છે. આ ગામની જિલ્લા પરિષદ પ્રાથમિક સ્કૂલની ચર્ચા હાલમાં આખા જિલ્લામાં થઈ રહી છે. સ્કૂલમાં ધોરણ 1 થી 4 સુધીના ક્લાસ છે. પરંતુ શાળામાં માત્ર એક જ વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીને ભણાવવા માટે પણ શાળામાં એક જ શિક્ષક છે. જોકે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી આથી એક વિદ્યાર્થી માટે પણ શાળા ચાલુ રાખવામાં આવી છે.

શિક્ષા સાથે લગાવ હોય તો રસ્તો આપ મેળે મળી જતો હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યા એક હોવા છતાં સ્કૂલ ચાલુ રહે છે. શિક્ષક પણ એક જ હોવા છતાં રોજ તે વિદ્યાર્થીને શિક્ષક ભણાવે છે. કાર્તિક શેગોકર નામનો વિદ્યાર્થી રોજ સમયથી શાળાએ આવે છે. કાર્તિત ત્રીજા ધોરણમાં ભણે છે, દરરોજ તેના શિક્ષક તેને ભણાવવા માટે 12 કિમી દૂરથી આવે છે. આ બંને લોકો રાષ્ટ્રગીત ગાય છે અને પછી અભ્યાસ ચાલુ કરે છે. શિક્ષકર કિશોર માનકરે આ અંગે કહ્યું છે કે કાર્તિક એક હોવા છતાં તે તેન ભણાવવા માટે આવે છે અને આ વાતનો કંટાળો પણ નથી આવતો. ખાસ વાત એ છે કે આ સ્કૂલ આખા ગામની એકમાત્ર સ્કૂલ છે અને અહીં વિદ્યાર્થી અને શિક્ષક પણ એક છે.

કિશોર માનકર આગળ વાત કરતા કહે છે કે, છેલ્લા બે વર્ષથી આ સ્કૂલમાં માત્ર એક જ બાળકનું એડમિશન થયું છે. હું એકલો જ તેને બધા વિષયો ભણાવું છું. સ્કૂલમાં માત્ર શિક્ષા જ નહીં પરંતુ કાર્તિકને મિડ ડે મીલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વળી આખા ગામમાં આ વિશેષ આયુ વર્ગમાં કાર્તિક જ એકમાત્ર વિદ્યાર્થી છે. બાકી બધા મોટી ઉંમરના લોકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp