આ મહિલા બેન્કમાં કરતી હતી ઝાડૂ-પોતું, આજે છે SBIની આસિસ્ટન્ટ જનરલ મેનેજર

PC: timesnownews.com

પૂણેમાં રહેતી પ્રતીક્ષા ટોન્ડવલકર આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નિમણૂક થવા પહેલા એક બેંક સ્વીપર હતી. પ્રતીક્ષાની કહાની સાબિત કરે છે કે, દૃઢતા અને સંકલ્પથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. 1964મા જન્મેલી પ્રતીક્ષા માટે આ કોઈ એક દિવસ ચમત્કાર ન હતો, તેની સફળતા દશકોનો સંઘર્ષ અને પરિશ્રમનું ફળ છે. પ્રતીક્ષાના લગ્ન માત્ર 17 વર્ષની ઉંમરે થયા હતા. જો કે, તેને પોતાના પતિને ગુમાવી દીધું, જ્યારે તે માત્ર 20 વર્ષની હતી, તેને કામ શોધવામાં મુશ્કેલી થઇ હતી. કેમ કે, તેની પાસે યોગ્ય પાત્રતા ન હતી.

માત્ર 17 વર્ષની ઉંમરમાં લગ્ન, 20મા પતિને ગુમાવી દીધું

પ્રતીક્ષાએ પોતાના પરિવારને સપોર્ટ અને પોતાનું શિક્ષણ પૂર્ણ કરવા માટે SBIમાં એક સ્વીપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, આ દરમિયાન તેને પોતાની ડિગ્રી હાંસલ કરી અને પોતાનું શિક્ષણ ચાલુ રાખ્યું, પોતાના સમર્પણને સાબિત કર્યા બાદ તેને સફાઈ કર્મચારીથી ક્લાર્કના રૂપમાં પ્રમોશનમાં આપવામાં આવ્યું. જો કે, આ સિલસિલો અહીં જ રોકાયો નથી, બાદમાં તેને સ્કેલ 4 પછી CGM અને અંતે AGM તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રતીક્ષાના દૃઢ સંકલ્પ, સમર્પણ અને સાચ્ચા પરિશ્રમના કારણે ભારતીય સ્ટેટ બેન્કે પણ તેની ઉત્કૃષ્ટ ઉપલબ્ધીઓ માટે સન્માનિત કર્યું છે.

મુંબઈના નાઈટ કોલેજમાં લીધો પ્રવેશ

પોતાના પૈસાની મદદથી પ્રતીક્ષાએ મુંબઈના વિક્રોલીના નાઈટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. શિક્ષણ દરમિયાન તેને પોતાના સહકર્મીઓનું સમર્થન મળ્યું અને 1995મા તેને મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટની ડિગ્રી હાંસલ કરી, ત્યાર બાદ તેને બેન્ક ક્લાર્કના પદ પર પ્રમોશન મળ્યું છે. પ્રતીક્ષાને રિટાયર થવામાં બે વર્ષ બાકી છે. ભલે જ SBIની સાથે તેનું 37 વર્ષનું કરિયર સફળ રહ્યું, પણ તેને હજુ પણ એક લાંબો માર્ગ નક્કી કરવાનો છે. પ્રતીક્ષાએ 2021મા એક પ્રાકૃતિક ચિકિત્સા કાર્યક્રમથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી અને રિટાયર થવા પછી બીજા લોકોની મદદ કરવા માટે પોતાના શિક્ષણનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે.

સખત મહેનત કરીને પ્રતીક્ષા હાંસલ કર્યું પદ

જે દેશમાં બેન્કિંગ ફિલ્ડમાં પુરૂષોનો દબદબો છે, ત્યાં પ્રતીક્ષાની કહાની અસાધારણ છે. મહિલાઓ, સામાન્ય રીતે સામાજિક દબાણનો શિકાર હોય છે, તેને પોતાના પરિવારની દેખરેખ કર્યાની સાથે પોતાના કરિયરમાં પ્રગતિ માટે સખત મહેનત કરવી પડી છે. આ જ કારણ છે કે, પ્રતીક્ષાની ચારેય બાજુ પ્રશંસા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp