માત્ર કેમેરા ઓન કરીને ઉંઘતા આ યુવકની કમાણી છે લાખોમાં, અજીબ છે તેની જોબ

PC: vice.com

પૈસા કમાવવાની અનેક પદ્ધતિઓ છે. કોઈ નોકરી કરીને પૈસા કમાવે છે, તો કોઈ બિઝનેસ કરીને. પણ, એક વ્યક્તિ એવો પણ છે, જે માત્ર ઉંઘીને સારી કમાણી કરી રહ્યો છે. જો કે, આ વાત સાંભળીને કોઈને જ વિશ્વાસ નથી થતો, પણ આ વાત સત્ય છે. વ્યક્તિએ પોતે જ ઉંઘીને પૈસા કમાવવાની પોતાની ‘અનોખી જોબ’ વિશે જણાવ્યું છે.

વાત એવી છે કે, ઉંઘથી પૈસાની કમાણી કરતો યુવક એક YouTuber છે. તેના યુટ્યુબ ચેનલનું નામ Super Mainstream છે, જ્યાં તે એકલો સૂઈને પોતાનો વીડિયો લાઈવ રેકોર્ડ કરે છે અને પછી તેને યુટ્યુબ પર પોસ્ટ કરે છે. લોકો તેના વીડિયોને જુએ છે અને બદલામાં પૈસા પણ આપે છે.

YouTuberના વીડિયોમાં શું હોય છે?

ઉંઘથી પૈસા કમાતો યુવક વીડિયોમાં ઉંઘવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેના ફેન્સ Alexa સ્પીકરના માધ્યમથી મેસેજ, વીડિયો અને ગીત ચાલુ કરીને તેના ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. 21 વર્ષીય યુટ્યુબરે Vice Newsને જણાવ્યું હતું કે, તે અઠવાડિયામાં એક વાર છ કલાકનો YouTube Live કરીને £2,000 (2 લાખ રૂપિયા)થી વધુની કમાણી કરે છે. એટલે કે એક અઠવાડિયામાં 2 લાખ રૂપિયાની કમાણી.

યુટ્યુબ પર તેના સ્લીપ સ્ટ્રીમ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે, તેના વીડિયોને લાખો વ્યુઝ મળી રહ્યા છે. હજારો પ્રેક્ષકોની સામે તે પોતે લાઈવ કરે છે અને સૂઈ જાય છે. લોકો તેને ફોન-મેસેજ કરીને ઉઠાડવાનો પ્રયત્નો કરે છે.

ઉંઘથી અનેક લોકો કમાવી રહ્યા છે પૈસા

યુટ્યુબ પર અનેક લોકો ઉંઘના વીડિયો થકી પૈસા કમાવી રહ્યા છે, એવા વીડિયોના વ્યુઝ પણ હાલમાં વધી રહ્યા છે. એટલે કે ઉંઘ માત્ર એક જરૂરી શારીરિક ક્રિયા નથી રહી. યુટ્યુબ પર Sleep Streamમાં રસ ધરાવતા લોકોની સંખ્યા જાન્યુઆરી 2021ના પ્રથમ અઠવાડિયામાં સૌથી ઉચા સ્તરે હતી. છેલ્લા વર્ષે (2020)ની તુલનામાં આ વર્ષ સર્ચમાં 426 ટકાનો વધારો નોંધાયો છે.

કન્ટેન્ટ ક્રિએટર દ્વારા પોતાની ઉંઘ થકી પૈસા કમાવવાની વાત કોઈ નવી નથી રહી. આ ટ્રેન્ડ 2017થી શરૂ થયો હતો, જ્યારે પૂર્વ યુટ્યુબર Ice Poseidonએ પોતાને રાતભર લાઈવ થઈને 5,000 ડોલર (સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ)ની કમાણી કરી હતી. તે આગામી વર્ષે YouTube પર લાઈવસ્ટ્રીમર્સની વચ્ચે હજુ વધુ લોકપ્રિય થયું, જ્યારે Asian Andyએ ઉંઘને લાઈવ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ અનેક અને મોટા યુટ્યબર્સે આ ટ્રેન્ડને આગળ વધાર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp