મોલના ટોયલેટનો દરવાજો નીચેથી ખુલ્લો કેમ રહે છે? કારણ જાણીને હેરાન થઈ જશો તમે

PC: twitter.com

હાલમાં જ ક્રિસમસ પુરી થઈ અને થોડા દિવસોમાં જ નવું વર્ષ આવવાનું છે. એવામાં તમે ક્યાંકને ક્યાંક હોટલ અથવા શોપિંગ મોલમાં જરૂર ગયા હશો અને આ સિવાય પણ તમે ઘણી વાર આ સ્થળોની મુલાકાત દરમિયાન જાહેર શૌચાલયનો ઉપયોગ જરૂરથી કર્યો હશે તે દરમિયાન તમે નોટિસ કર્યું હશે કે, અહીંના ટોયલેટ કંઇક ખાસ રીતે બનાવવામાં આવે છે. તમે ત્યાંના દરવાજા નીચેથી કાપેલા જોયા હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ દરવાજાને નીચેથી કેમ કાપવામાં આવે છે? ખરેખર, આ દરવાજાઓને આ રીતે ડિઝાઇન કરવા પાછળ ઘણા હેતુઓ હોય છે. આનાથી રોમિયો પર પણ લગામ લગાવવામાં આવે છે. આવો જાણીએ કે, આ બધું કેવી રીતે કરવામાં આવે છે?

ઈમરજન્સી માટે હોય છે આ નાના દરવાજા

શૌચાલયનો ઉપયોગ કરતી વખતે જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થઈ જાય તો તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. મોલમાં બાળકો પણ હોય છે. જો તેઓ ભૂલથી પોતાને લૉક કરી દે છે, તો તેમને પણ કોઈપણ ટેન્શન વગર બહાર કાઢી શકાય છે.

સાફ-સફાઈ કરવામાં નથી આવતી કોઈ સમસ્યા

શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ અથવા કોઈ પણ જાહેર શૌચાલયનો ઉપયોગ આખો દિવસ થતો રહે છે. આવી સ્થિતિમાં સાફ-સફાઈ કરવામાં સમસ્યા સર્જાય છે. એટલા માટે અહીંના દરવાજા નીચેથી કાપેલા હોય છે. કારણ કે, નીચે સરળતાથી પોતુ લગાવી શકાય છે. જેથી કરીને શૌચાલય સ્વચ્છ રહે.

રોમિયો પર લગાવે છે લગામ

કેટલાક લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ સેક્યુઅલ એક્ટિવિટી માટે કરવા લાગે છે. એવામાં, જો દરવાજા નીચેથી કાપેલા હશે, તો તે લોકોને પ્રાઈવેસી નહીં મળી શકશે અને તેઓ આ પ્રકારની એક્ટિવિટી નહીં કરશે.

ધૂમ્રપાન કરનારાઓ માટે

જો બંધ શૌચાલયમાં ધૂમ્રપાન કરવામાં આવે તો તે ખૂબ જ જોખમી બની શકે છે. તમે જાણો જ છો કે, આ સ્થળો પર લોકો ધૂમ્રપાન કરે છે. એવામાં બંધ શૌચાલયમાં ધુમાડો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ દરવાજાને નીચેથી કાપી નાખશો, તો આ સમસ્યા નહીં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp