રૂમમાં બેડની સાથે જ ટોયલેટ, આ પૉશ વિસ્તારના ભાડેના મકાનની છે આ તસવીર

PC: reddit.com

સોશિયલ મીડિયા પર એક નાના રૂમની ફોટો ઝડપથી વાયરલ થઇ રહી છે. જેને જોઇ ઘણાં લોકો ચોંકી ગયા છે. તસવીર એક રેડિટ પોસ્ટનો ભાગ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રૂમ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં સ્થિત છે. જે વ્યક્તિએ આ રૂમની તસવીર પોસ્ટ કરી છે તેણે ઓનલાઇન યૂઝર્સને પૂછ્યું કે તેઓ આના માટે કેટલું ભાડુ આપશે. GKના નામથી પ્રચલિત આ એરિયાને દિલ્હીના પૉશ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં એકથી ચઢિયાતા મોટા બંગલાઓ છે. પોસ્ટને 1100થી વધારે વોટ અને 600 કમેન્ટ્સ મળી છે.

તસવીર, જે ગ્રેટર કૈલાશ વિસ્તારના અન્ય મકાનોથી વિપરીત છે. તેમાં એક ગ્રીન કલરની દિવાલ અને એક ટેબલ ફેનની સાથે નાનો બેડ જોઇ શકાય છે. રૂમમાં એક એસી પણ છે પણ જે વાતે રેડિટ યૂઝર્સને હેરાનીમાં નાખ્યા છે તે એ છે કે, બાથરૂમ પણ એજ રૂમમાં છે.

તસવીરમાં શાવર ક્યૂબિકલની બાજુમાં જ વેસ્ટર્ન કમોડને જોઇ શકાય છે. પણ આ પોસ્ટે રેડિટ યૂઝરોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેમણે આ તસવીરને લઇ ઘણી ટિપ્પણીઓ કરી છે. એક યૂઝરે લખ્યું કે, આ બિસ્તરવાળું ટોયલેટ છે. તો અન્ય એકે લખ્યું કે, આ એક ડોલ હાઉસ જેવું છે. તો એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, આ એક વધારે સુવિધાવાળી જેલ છે.

What's the max rent you would pay for this kind of place in GK2?
by u/supermarketblues in delhi

થોડા વર્ષો પહેલા ન્યૂયોર્કના અત્યાર સુધીના સૌથી ખરાબ એપાર્ટમેન્ટની તસવીર વાયરલ થઇ હતી. ભાડુ 1650 ડૉલર પ્રતિ મહિના હતું અને આ નાની જગ્યામાં ટોયલેટ અને ઓવન નહોતા. આ એપાર્ટમેન્ટની ક્લિપ પહેલીવાર ટિકટોક પર દેખાડવામાં આવી હતી અને 21 મિલિયનથી વધારે વાર તેને જોવામાં આવી હતી. આને ન્યૂયોર્કમાં એક રિયાલ્ટાર દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.

રિયાલ્ટારે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે આ એપાર્ટમેન્ટ વેસ્ટ વિલેજમાં છે. પણ મકાન માલિકે નારાજ થવાના ડરથી આ એપાર્ટમેન્ટનું પાક્કુ સરનામુ આપવાની ના પાડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp