
તમે ઘણી વાર ઈન્ટરનેટ પર આવા વીડિયો જોયા હશે, જેના પર તમને વિશ્વાસ કરવામાં સમય લાગતો હશે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઈને કેટલાક લોકો મજાક કરતા જોવા મળ્યા તો કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા. વાસ્તવમાં, વીડિયોમાં એક વ્યક્તિએ પોતાની બાઇક પર એવું કારનામું કર્યું કે બધા ચોંકી ગયા.
આ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક ચલાવતો જોઈ શકાય છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેની પાછળ કોઈ માણસ નહીં પરંતુ એક બળદ બેઠો છે. તમને જાણીને પણ અજીબ લાગશે કે બળદે સીટ બેલ્ટ પણ બાંધ્યો છે. સૌથી પહેલા તો તમે આ વાયરલ વીડિયો જોવો.
આ વીડિયોમાં ચાલતી બાઇક પર સવાર બળદને જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શકતા નથી. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ જોરદાર વીડિયો જોઈને ઘણા લોકો માથું ખંજવાળવા મજબૂર થઈ ગયા. કેટલાક લોકોએ તે વ્યક્તિને ખતરો કે ખેલાડી પણ કહ્યો હતો.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોને લાઈક પણ કર્યો છે. કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ હળવી મજાક કરતા જોવા મળ્યા હતા, તો કેટલાક લોકોએ બળદ સાથે આવું વર્તન કરવા બદલ બાઇક ચાલકને ખૂબ ટ્રોલ પણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp